Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દમણથી લાવેલી 24 દારૂની બોટલ સાથે વાપીનો યુવાન ટ્રેનમાં ઝડપાયો, ભરૂચ રેલવે પોલીસને કહ્યું પોતાના માટે લાવ્યો : દમણનો દારૂ લઇને વાપી જવાને બદલે યુવાન ભરૂચ તરફ કેમ આવ્યો તે અંગે તપાસ થશે?

Share

 

ભરૂચ.

Advertisement

ભરૂચ રેલવે પોલીસની ટીમ ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પર હાજર હતી તે વેળાં સૌરાષ્ટ્ર મેલ ટ્રેન આવતાં આરપીએફના બે જવાનોએ રિઝર્વેશન કોચમાંથી એક પેસેન્જરને પકડી તેમને સોપ્યો હતો. પોલીસે તેને સ્ટેશનમાં લઇ જઇ પુછપરછ કરતાં તેનું નામ ઉવેશ મોહમદ મંગેરા (ઉવ.20) રહે. વાપી, જન સેવા રોડ હોવાનું જણાવ્યું હતું. ટીમે તેની પાસેથો કાળા કલરનો થેલો તપાસતાં તેમાંથી તેમને 180 એમએલની દમણ બનાવટની કુલ 24 બોટલો મળી આવી હતી. પ્રાથમિક તબક્કે વાપીનો યુવાન દમણથી લાવેલાં દારૂ સાથે ભરૂચ તરફ કેમ આવ્યો તેવો પ્રશ્ન ઉભો થયો હતો. જોકે, તેણે પોલીસ સમક્ષ તે દારૂ પોતાને પિવા માટે લાવ્યો હોવાની કબુલાત કરતાં પોલીસે તે માની લઇ તે ભરૂચમાં કોઇને આપવા આવ્યો હતો કે કેમ તે સહિતની તપાસ કર્યાં વિના તેના નિવેદનના આધારે તેની સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

અત્યાર સુધી ક્યારેય નથી બન્યું આવું… આ ફિલ્મે તોડ્યા બધા જ ફિલ્મના રેકોર્ડ… જુઓ કઈ છે એ ફિલ્મ

ProudOfGujarat

લગ્નના વીડિયોમાં T-Seriesના ગીતોની ‘ચોરી’! ભરૂચના ગોલ્ડન ફોટો સ્ટુડિયો પર પોલીસ ત્રાટકી : લગ્ન-પ્રીવેડિંગ વીડિયોમાં કોપીરાઇટેડ ગીતોનું ગેરકાયદે મિક્સિંગ ; કમ્પ્યુટર-હાર્ડડિસ્કમાંથી કોપીરાઇટેડ ગીતોનો ડેટા મળ્યો, રૂ.40 હજારનો મુદ્દામાલ જપ્ત

ProudOfGujarat

નર્મદા નદીના કિનારે ધરતી પુત્રો ખેડૂતો બેહાલ.જમીનમાં પાણી આપતા મીઠું છાંટ્યો હોવાનો એહસાસ.જાણો સળગતી સમસ્યા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!