Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાગરાના ગેલેંડા ગામે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા: 11 હાટડીઓની તપાસ, 17 નમૂના લેવાયા, 43 કિલો અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ

Share

 

ભરૂચ : વરસાદી મોસમ દરમિયાન પાણીજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા વાગરા તાલુકાના ગેલેંડા ગામમાં ખાણીપીણીની હાટડીઓ પર સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. વિભાગની ટીમે ગામની કુલ 11 હાટડીઓની તપાસ કરી ખાદ્ય સુરક્ષાના ધોરણોનું નિરીક્ષણ કર્યું હતું.

Advertisement

તપાસ દરમિયાન વિવિધ પેઢીઓ અને હાટડીઓમાંથી કુલ 17 ખાદ્ય ચીજોના નમૂનાઓ લઈ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. ઉપરાંત, માનવ આરોગ્ય માટે અયોગ્ય અને અખાદ્ય જણાયેલી 43 કિલો ખાદ્ય ચીજવસ્તુઓનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓએ વેપારીઓને સ્વચ્છતા જાળવવા, તાજી અને ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રીનું વેચાણ કરવા તેમજ ખાદ્ય સુરક્ષા અધિનિયમના નિયમોનું પાલન કરવા સૂચના આપી હતી. વિભાગે જણાવ્યું હતું કે વરસાદી ઋતુ દરમિયાન આવી તપાસો સતત ચાલુ રહેશે અને જાહેર આરોગ્ય સાથે ચેડાં કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


Share

Related posts

પંચમહાલ : આમ આદમી પાર્ટી દ્વારા ઓછા વરસાદને કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં ખેડૂતોને સહાય આપવા તંત્રને આવેદનપત્ર

ProudOfGujarat

અભિનેત્રી સિધિકા શર્મા પંકજ બત્રાની ફિલ્મ ‘ફુફ્ફડ જી’ થી પંજાબી ફિલ્મમાં કરશે ડેબ્યુ: ટૂક સમયમા કરવા જઇ રહી છે બોલીવુડમા એન્ટ્રી..

ProudOfGujarat

ભરૂચ તેમજ છોટાઉદેપુરના ઘરફોડ ચોરીના આરોપીને ઝડપી લઇ અનડિટેક્ટ ગુનો શોધી કાઢતી દહેજ પોલીસ*

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!