Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરુચના કુખ્યાત બુટલેગર દિનેશ ઉર્ફે બબુલ પાટણવાડિયા પુન: વિદેશીદારૂ સાથે ઝડપાયો : આસપાસના વિસ્તારમાં તબીબ સહિત ખ્યાતનામ લોકો રહેતાં હોવા છતાં દારૂની રેલમછેલ

Share

 

ભરૂચ.

Advertisement

ભરુચ શહેરની ઇન્દિરાનગર ઝૂપડપટ્ટી ખાતે રહેતો દિનેશ ઉર્ફે બબુલ પાટણવાડિયા ધમધોકાર રીતે વિદેશીદારૂનો વેપલો કરે છે. સ્થાનિક પોલીસ તેમજ એલસીબી દ્વારા વારંવાર તેના ત્યાં દરોડો પાડી દારૂ પકડવામાં આવે છે.જોકે, લોકોમાં ચાલતી ચર્ચા મુજબ ભરૂચ સહિત આસપાસના કેટલાંક બુટલેગરોને દિનેશ ઉર્ફે બબુલ પાટણવાડિયા દારૂનું કટિંગ આપે છે. ઇન્દિરા નગર ઝૂપડપટ્ટી ખાતે તે બિન્દાસ્તપણે વિદેશીદારૂનો વેપલો કરે છે. ત્યારે નોંધનિય છે કે, આસપાસમાં કેટલાંક તબીબો સહિતના ખ્યાતનામ લોકોની દુકાનો-હોસ્પિટલ તેમજ રહણાંક હોવા છતાં તેઓનું ગર્ભિત મૌન દિનેશ ઉર્ફે બબુલ પાટણવાડિયાની દબંગાઇને લીધે હોવાનું ચર્ચાઇ રહ્યું છે. દિનેશ ઉર્ફે બબુલ પાટણવાડિયા વિરૂદ્ધ ભુતકાળમાં પણ આ વિસ્તારમાં દારૂના અસંખ્ય કેસની સાથે શારીરિક આપદાના પણ ગુના નોંધાયાં છે. દરમિયાનમાં ભરૂચ એ ડિવિઝન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, દિનેશ ઉર્ફે બબુલ પાટણવાડિયા તેના ઘરની સામે આવેલાં પતરાના કેબીનમાં પાનના ગલ્લાની આડમાં વિદેશીદારૂનો વેપલો કરે છે. જેના પગલે ટીમે સ્થળ પર દરોડો પાડી દિનેશ ઉર્ફે બબુલ અજીત પાટણવાડિયા ત્યાં સ્થળ પર જ મળી આવતાં ટીમે તેની ધરપકડ કરી કેબીનમાં તપાસ કરતાં તેમાંથી કુલ 13 હજારથી વધુની મત્તાનો વિદેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો.ટીમે તેની ધરપકડ કરી પોલીસ સ્ટેશન ખાતે લઇજઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, નોંધનિય બાબત છે કે, પોલીસની ફરિ્યાદમાં દિનેશ ઉર્ફે બબુલ પાટણવાડિયાના ઘરની બહારના કેબિનમાંથી દારૂનો જથ્થો મળ્યો હોવા છતાં તેના ઘરમાં કે આસપાસના વિસ્તારમાં વધુ તપાસ કર્યાનું નોંધાયું નથી જેથી અનેક તર્કવિતર્ક સર્જાયાં હતાં. જો, તેના ઘરમાં કે આસપાસના વિસ્તારમાં તપાસ કરવામાં આવી હોત તો વધુ જથ્થો મળી આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.જોકે, હાલમાં પોલીસ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેની સામે પાસા કે તડીપાર સહિતની કાર્યવાહી થશે કે કેમ તે અંગે લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે.


Share

Related posts

અહાન પાંડેએ અલી અબ્બાસ ઝફરની આગામી ફિલ્મ માટે પોતાનો નવો લુક રજૂ કર્યો, જેમાં આદિત્ય ચોપરા નિર્માતા બનશે.

ProudOfGujarat

અંકલેશ્વર : સારંગપુર નજીક આદર્શ નગર સોસાયટીમાં રહેતા પરપ્રાંતીય યુવકે અગમ્ય કારણોસર રૂમમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી.

ProudOfGujarat

મહેમદાવાદ તાલુકા પંચાયતના ભાજપના સભ્યએ બળવો કરતા તાલુકા પંચાયત કોંગ્રેસ હસ્તક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!