Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ-વાગરા તાલુકામાં પૂરના પાણીમાં ડુબી જવાની બે ઘટનામાં ત્રણ યુવાનોના મોત : ભરૂચના પરિયેજ ગામે શખ્સ કુદરતી હાજતે ગયો ને પગ લપસતાં ગરકાવ થયો : વાગરાના લીમડી-અંભેલ ગામ વચ્ચે કાંસમાં ન્હાવા પડેલાં બે યુવાનો તણાઈ ગયાં

Share

 

 

Advertisement

ભરૂચ અને વાગરા તાલુકામાં ભારે વરસાદે એકતરફ તારાજી વેરી છે ત્યાં ભારે વરસાદને કારણે પૂરના પાણી આવતાં તેમાં ડુબી જવાની બે અલગ અલગ ઘટનામાં ત્રણ લોકોએ પ્રાણ ગુમાવ્યા હોવાની વિગતો સામે આવી છે.

વાગરા તાલુકામાં આવેલાં લીમડી ગામે રહેતાં પાંચ મિત્રો વરસાદી મોસમમાં ફરવા માટે નિકળ્યાં હતાં. દરમિયાનમાં તેઓ લીમડી અને અંભેલ ગામની વચ્ચે આવેલી કાંસમાં વરસાદી પાણીનો પ્રવાહ જોવા તેઓ તેમાં ન્હાવાનો પ્લાન કર્યો હતો. પાંચેય મિત્રો પાણીમાં કુદયા હતાં. જોકે, કાંસમા વરસાદી પાણી પ્રવાહ અતિષય હોવાને કારણે તેઓ ખેંચાવા લાગ્યા હતાં. દરમિયાનમાં ત્રણ મિત્રો યેનકેન પ્રકારે બહાર નિકળી ગયાં હતાં. જોકે, અન્ય બે ડુબવા લાગ્યાં હતાં. તેમણે બુમરાણ મચાવી આસપાસના લોકોને બોલાવવાનો પ્રયાસ કર્યો હતો. ઉપરાંત ગામમાં ફોન કરતાં લોકો તુરંત સ્થળ પર દોડી આવ્યાં હતાં. ઘટનાની જાણ થતાં ભરૂચ-વાગરા એસડીએમ મનીષા માનાણી, સ્થાનિક મામલતદાર, પંચાયતના સરંપચો, પોલીસ કાફલો સહિત આગેવાનો તુરંત સ્થળ પર દોડી આવ્યાં હતાં. બીજી તરફ ઘટના અંગે ભરૂચ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમને કોલ મળતાં પાલિકાના લાશ્કરો તુરંત સ્થળ પર દોડી ગયાં હતાં. ટીમે પહેલાં અંદાજે ૨૧ વર્ષના ઈલ્યાસ પટેલનો મૃતદેહ શોધી કાઢયો હતો. જે બાદ મોડી રાત્રી સુધી તરવૈયાઓએ મહેનત જારી રાખી અંધારામાં પણ ટોર્ચના સહારે અન્ય યુવાનને શોધવાની કવાયત જારી રાખી હતી. મોડી રાત્રે બીજા મિત્ર તબહેજ મુબારક પટેલનો પણ મૃતદેહ મળી આવતાં પોલીસે બન્નેના મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજી તરફ ભરૂચ તાલુકામાં આવેલાં પરિયેજ ગામે સરદાર આવાસ ખાતે રહેતાં કિશન શિવા રાઠોડના પિતા શિવાભાઈ ધૂળાભાઈ રાઠોડ (ઉ.વ.૫૫) ગઈકાલે સાંજના સમયે ઘરેથી કુદરતી હાજતે જવા માટે ગામની ગુજરાતી પ્રાથમિક શાળાની પાછળ ગયાં હતાં. દરમિયાનમાં તેમનો પગ લપસી જતાં તેઓ પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં. મોડે સુધી તેઓ ઘરે પરત નહી આવતાં તેમજ વરસાદી માહોલને કારણે પરિવારજનો ચિંતીત થયાં હતાં. દરમિયાનમાં તેઓ પાણીમાં ડુબી ગયાં હોવાનું માલુમ પડયું હતુ.બનાવને પગલે તેમણે ભરુચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે


Share

Related posts

માંગરોળનાં ઝંખવાવ ગામે વર્ષમાં એક જ વખત ખીલતું બ્રહ્મકમળનુ ફૂલ ખીલ્યું

ProudOfGujarat

જંબુસરની નગરપાલિકાની આજરોજ મળેલ સામાન્યસભા સત્તાધારીપક્ષ ભાજપાના સદસ્યોના આંતરિક વિખવાદના કારણે મુલતવી રહેતા વિકાસના કામો ઉપર કોઈ નિર્ણય ન લેવાતાં નગરજનોને હજુ તકલીફનો સામનો કરવો પડશે

ProudOfGujarat

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડાયેલ પાણી બાદ પૂરની સ્થિતિ મામલે પ્રદેશ કોંગ્રેસની મહામહીમ રાજ્યપાલ સમક્ષ રજુઆત, કાર્યવાહીની કરાઈ માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!