Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજની ટોરેન્ટ પાવર કંપનીમાં રૂ. 3.80 લાખની કોપર કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો : દહેજ મરીન પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા; કટર, બાઈક અને ચોરાયેલી કોપર કેબલ સહિતનો મુદ્દામાલ કબજે

Share

 

ભરૂચ: દહેજ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ટોરેન્ટ પાવર લિમિટેડ કંપનીના વેરહાઉસમાંથી રૂ. 3.80 લાખથી વધુ કિંમતની કોપર કેબલની ચોરીના ગુનાનો ભેદ ઉકેલી દહેજ મરીન પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડી નોંધપાત્ર સફળતા મેળવી છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં વપરાયેલ કટર, બાઈક તેમજ ચોરાયેલી કોપર કેબલ સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ (વડોદરા રેન્જ), ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા તથા દહેજ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એ.જે. સિસારાના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓનો ભેદ ઉકેલવા માટે દહેજ મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.જી. સિસોદિયાના નેતૃત્વમાં વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી હતી.

તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, 26 જુલાઈની મધરાતથી 27 જુલાઈની વહેલી સવારે અજાણ્યા શખ્સોએ દહેજ સ્થિત ટોરેન્ટ પાવર લિમિટેડ કંપનીના પ્લોટ નં. Z-101/1 ખાતે આવેલા વેરહાઉસનું તાળું કટર વડે તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ અંદાજે રૂ. 3,80,220 કિંમતની કોપર કેબલોની ચોરી કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ફરિયાદ નોંધાતા પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ, મોબાઇલ લોકેશન, હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારોના નેટવર્કના આધારે તપાસનો દોર શરૂ કર્યો હતો.

તપાસ દરમિયાન પોલીસે પ્રથમ ચાર આરોપીઓને ઝડપી પાડી પૂછપરછ કરતાં સમગ્ર ચોરીનો ભેદ ખુલ્યો હતો. આરોપીઓની માહિતીના આધારે પાંચમા આરોપીને પણ ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે એક આરોપી પાસેથી ચોરીમાં વપરાયેલ કટર, અન્ય આરોપી પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલ બાઈક તથા ચોરી કરાયેલી કોપર કેબલો કબજે કરી હતી.

પકડાયેલા આરોપીઓમાં મયુર ઉર્ફે કિશન ઉર્ફે પુષ્પા કાંતીભાઈ રાઠોડ (હાલ લુવારા, તા. વાગરા), અરૂણ જયંતીભાઈ રાઠોડ (હાલ લખીગામ, તા. વાગરા), મુકેશભાઈ ભયજીભાઈ રાઠોડ, રણજીતભાઈ રચજીભાઈ રાઠોડ (બંને લખીગામ, તા. વાગરા) તથા અઝરુદીન ઝફીર મલેક (તા. જંબુસર)નો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ સમગ્ર સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર કે.જી. સિસોદિયાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ જયંતીભાઈ કાળાભાઈ, હેડ કોન્સ્ટેબલ રસીકભાઈ કાલુભાઈ, પોલીસ કોન્સ્ટેબલ અજીતસિંહ ધીરુસા, અરવિંદભાઈ જગદીશભાઈ, મનીષભાઈ મધુભાઈ તથા લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલ મનોજકુમાર ધનજીભાઈની ટીમે સંયુક્ત રીતે પાર પાડી હતી.


Share

Related posts

ભરૂચ નેશનલ હાઇવે પર અસુરીયા ગામ નજીક કન્ટેનર પાર્ક કરી ઊંઘી ગયેલા ચાલકના 10.54 લાખના માલસામાનની ચોરી કરી ચોર ફરાર.

ProudOfGujarat

અંકલેશ્વરના અંદાડા ગામના કન્યા વિદ્યાલયમાં વિદ્યાર્થીની જાગૃતિ શિબિર યોજાઈ.

ProudOfGujarat

રાજપીપળા : મોટર સાયકલ ચોરી કરનાર આંતર રાજ્ય ગેંગનાં મુખ્ય આરોપી કુલ-૧૩ મોટરસાઇકલના મુદ્દામાલ સાથે નર્મદામાંથી ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!