Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાંકલમાં શ્રી ગજાનંદ ગ્રુપ દ્વારા રાધા અષ્ટમીની હર્ષોલ્લાસભેર ઉજવણી :  કેક કાપી ઉજવણી કરાઈ; બાળકો, વડીલો અને સભ્યો માટે વિવિધ મનોરંજક રમતો યોજાઈ

Share

 

વાંકલ ।

Advertisement

શ્રી ગજાનંદ ગ્રુપ-વાંકલ દ્વારા રાધા અષ્ટમીના પવિત્ર પર્વની હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. હિન્દુ સંસ્કૃતિ અને એકતાનો સંદેશ આપતા આ કાર્યક્રમમાં ગ્રુપના હોદ્દેદારો, સભ્યો તેમજ ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કાર્યક્રમની શરૂઆત કેક કાપીને કરવામાં આવી હતી. ત્યારબાદ નાના બાળકોથી લઈને વડીલો અને ગ્રુપના સભ્યો માટે વિવિધ મનોરંજક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતોમાં વિજેતા બનેલા સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. રાત્રે ૮ વાગ્યાથી શરૂ થયેલો કાર્યક્રમ મોડી રાત સુધી આનંદ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં ચાલ્યો હતો.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી ગજાનંદ ગ્રુપના પ્રમુખ કૃતિક ઘાયલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રુપના સભ્યો અંકુર મોદી, યાત્રિક મોદી, ડો. સુહાસ, રોનક મોદી, રોનક પંચાલ, દિનેશભાઈ મોદી અને રમણ પ્રજાપતિ સહિતના સભ્યોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

ગ્રુપના તમામ સભ્યોના સહયોગ અને અથાક પ્રયાસોથી રાધા અષ્ટમીની ઉજવણી યાદગાર બની હતી. કાર્યક્રમ દરમિયાન સૌએ સાથે મળીને પર્વની ઉજવણી કરી હિન્દુ સંસ્કૃતિ અને સામાજિક એકતાનો સંદેશ આપ્યો હતો.


Share

Related posts

અંકલેશ્વરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત પાલિકા દ્વારા સાયક્લોથોન યોજવામાં આવી હતી.

ProudOfGujarat

વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્યની પાર્ક કરેલ કારમાં આગ લગાવનાર ઇસમ ઝડપાયો.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ પર વાગડીયા ચેકપોસ્ટ ખાતે રીક્ષા ચાલકો તથા ફરજ બજાવતા એસ. આર. પી.જવાનો વચ્ચે અવર-જવર ને લઈ હોબાળો મળ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!