Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ડુંગરી ગામે ફાર્મ હાઉસ અને ઈંડાની લારી પર પોલીસનો દરોડો  : 4,517 બોટલ વિદેશી દારૂ સહિત ₹11.31 લાખનો મુદ્દામાલ જપ્ત, રાજસ્થાનના યુવકની ધરપકડ

Share

 

વાંકલ:

Advertisement

સુરત જિલ્લાના માંગરોળ પોલીસ સ્ટેશનની ટીમે ડુંગરી ગામની સીમમાં ચાલતા કથિત દારૂના અડ્ડા પર દરોડો પાડી મોટી કાર્યવાહી કરી છે. હુરેન ફાર્મ હાઉસ તથા તેની બહાર આવેલી ઈંડાની લારી પર પાડવામાં આવેલા દરોડા દરમિયાન પોલીસે 4,517 બોટલ વિદેશી દારૂ સહિત કુલ ₹11,31,035નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે એક યુવકની ધરપકડ કરી છે, જ્યારે ફાર્મ હાઉસના માલિક સહિત એક શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

મળતી બાતમીના આધારે માંગરોળ પી.આઈ. પી.એમ. દેસાઈના માર્ગદર્શન હેઠળ PSI સાસલા, અ.હે.કો. પ્રકાશભાઈ રમણભાઈ, વિપુલભાઈ સહિતની પોલીસ ટીમે ડુંગરી ગામની સીમમાં આવેલા હુરેન ફાર્મ હાઉસ પર કાર્યવાહી હાથ ધરી હતી. ફાર્મ હાઉસ બહાર આવેલી ઈંડાની લારી પરથી પોલીસે રાજસ્થાનના મૂળ વતની સુરજમલ ધુલીયા મીણાને ઝડપી પાડ્યો હતો.

ત્યારબાદ પોલીસે ફાર્મ હાઉસના બંધ ઓરડાના તાળા ખોલાવી અંદર તપાસ કરતાં વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલોથી ભરેલા ખોખા મળી આવ્યા હતા. જેમાં દમણ બનાવટની ‘રોયલ સ્પેશિયલ પ્રીમિયમ વ્હીસ્કી’ સહિતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જથ્થો મોટો હોવાથી પોલીસે પિકઅપ વાહન મારફતે તમામ મુદ્દામાલ માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે ખસેડ્યો હતો.

પોલીસે 4,517 બોટલ વિદેશી દારૂ, કિંમત ₹11,26,035 તથા એક ઓપો સ્માર્ટફોન, કિંમત ₹5,000 મળી કુલ ₹11,31,035નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ મામલે પોલીસે સુરજમલ ધુલીયા મીણા (ઉં.વ. 21, રહે. બોઇદાન કા વેલા, તા. સબલા, જિ. ડુંગરપુર, રાજસ્થાન)ની ધરપકડ કરી છે. જ્યારે જુબેર આદમ પટેલ, રહે. હુરેન ફાર્મ હાઉસ, ડુંગરી, તા. માંગરોળને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

આ અંગે ગુજરાત નશાબંધી (સુધારા) અધિનિયમ-2017ની કલમ 65(A)(E), 81 અને 116(B) હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

ઘરફોડ ચોરીનો ગુન્હાનાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી

ProudOfGujarat

નેત્રંગના બલદવા, પીંગોટ અને ધોલી ડેમમાં પાણી સંગ્રહ ક્ષમતા વધારવા અંગે કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાએ સરકારને રજૂઆત કરી.

ProudOfGujarat

ખ્યાતિ હોસ્પિટલ માં યોજનાની આડમાં સરકારના અધિકારીઓ – ડોક્ટરોની સંડોવણીનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા*

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!