Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાંકલમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમભેર ઉજવણી : પરંપરાગત વેશભૂષા, ઢોલ-નગારાના નાદ અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી વાંકલ બન્યું આદિવાસી સંસ્કૃતિનું કેન્દ્ર

Share

 

વાંકલ :

Advertisement

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને એકતાનો ભવ્ય સંગમ જોવા મળ્યો હતો. સમગ્ર વાંકલ પંથકમાં આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડતાં સમગ્ર વિસ્તાર આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાઈ ગયો હતો.

ઉજવણી દરમિયાન આદિવાસી સમાજના લોકો પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને ઉપસ્થિત રહ્યા હતા. પરંપરાગત પહેરવેશ સાથે આદિવાસી સમાજની સમૃદ્ધ સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી. બીજી તરફ ઢોલ-નગારાં, પીપારી અને તુર જેવા પરંપરાગત વાજિંત્રોના નાદથી સમગ્ર વાંકલ ગુંજી ઉઠ્યું હતું.

કાર્યક્રમમાં વિવિધ પરંપરાગત નૃત્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લઈ પોતાની સંસ્કૃતિ અને પરંપરાનું ગૌરવપૂર્વક પ્રદર્શન કર્યું હતું. પરંપરાગત નૃત્યોની સાથે યુવાનો અને ગ્રામજનો ડીજેના તાલે પણ મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા.

વાંકલ ખાતે યોજાયેલી આ ઉજવણીમાં આદિવાસી સમાજની એકતા, સંસ્કૃતિ અને સાંસ્કૃતિક ગૌરવનો અદભુત રંગ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિને પગલે સમગ્ર વિસ્તારમાં ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો.

કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે માંગરોળ પોલીસ સ્ટેશનના પી.આઈ. પી.એમ. દેસાઈના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસની ટીમોએ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા સંભાળી હતી.


Share

Related posts

મેહુલ બોઘરા અને સાજન ભરવાડ કેસમાં એડવોકેટને વકીલ મંડળમાંથી આજીવન સસ્પેન્ડ કરવાનો આદેશ.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલ મેટ્રો કુરિયરની ઓફિસમાં કુરિયરની આડમાં દારૂનું વેચાણ કરતા બે ઈસમોને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા..!

ProudOfGujarat

નડિયાદમા બ્રાન્ડેડ કંપની નામે ડુપ્લીકેટ કાપડનું વેચાણ કરતા દુકાન માલિક સામે કાર્યવાહી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!