Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કોસમડી પાસે હિટ એન્ડ રન: રોડ ક્રોસ કરી રહેલા વ્યક્તિને અજાણી કારે કચડી નાંખ્યો  : સેમ્પોલ સ્કૂલ નજીક અકસ્માત બાદ કારચાલક ફરાર, ઘટનાસ્થળે જ રાહદારીનું મોત

Share

 

અંકલેશ્વર-વાલિયા માર્ગ પર કોસમડી ગામ નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. સેમ્પોલ સ્કૂલ પાસે રોડ ક્રોસ કરી રહેલા એક અજાણ્યા વ્યક્તિને પૂરઝડપે આવેલી અજાણી કારે અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

Advertisement

મળતી માહિતી મુજબ, કોસમડી ગામ નજીક સેમ્પોલ સ્કૂલ પાસે એક વ્યક્તિ રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે દરમિયાન અચાનક આવેલી અજાણી કારે તેને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે વ્યક્તિ રસ્તા પર ફંગોળાઈ ગયો હતો અને ગંભીર ઈજાઓના કારણે ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું.

અકસ્મત બાદ કારચાલકે માનવતા નેવે મૂકી પોતાનું વાહન રોક્યા વિના ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના સ્થાનિકો તેમજ વાહનચાલકો સ્થળ પર દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.

અકસ્મતને પગલે અંકલેશ્વર-વાલિયા માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિકની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.

હાલ પોલીસે ફરાર કારચાલકની શોધખોળ શરૂ કરી છે. અકસ્માત સર્જનાર કારની ઓળખ માટે આસપાસના વિસ્તારના CCTV કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. પોલીસે અન્ય ટેકનિકલ આધારોના આધારે પણ તપાસનો દોર શરૂ કરી ફરાર કારચાલક સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધર્યા છે.


Share

Related posts

ભરૂચ એસ.ઓ.જી પોલીસ દ્વારા વનસ્પતિજન્ય ગાંજો ઝડપાયો

ProudOfGujarat

પાલેજ GIDCમાં ₹4.50 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, 9 આરોપી ઝડપાયા

ProudOfGujarat

ચોરીના ગુનામાં સજા ભોગવતા દોઢ વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!