Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આમોદના રોજાટંકારિયા ગામે બાઈક ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત

Share

 

આમોદ તાલુકાના રોજા ટંકારિયા ગામ પાસે એક ટ્રક ચાલકે બાઈક સવારને ટક્કર મારતાં તેમનું ગંભીર ઈજાઓને કારણે સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવને પગલે આમોદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આમોદના રોજાટંકારિયા ગામે શુક્રવારે સાવરના સમયે એક બાઈક તેમજ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાવાની ઘટના બની હતી, જેમાં ટ્રકની ટક્કરે બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પ્રાથમિક તબક્કામાં મૃતકની ઓળખ વિજય લક્ષ્મણ પરમાર (રહે. અંભેટા, તા. વાગરા) તરીકે થઈ હતી. અકસ્માતની જાણ થતાં આમોદ પોલીસ મથકનો સ્ટાફ તુરંત સ્થળ પર દોડી આવ્યો હતો. ટીમે મૃતકના દેહને પોસ્ટમોર્ટમ માટે આરોગ્ય કેન્દ્રમાં ખસેડવા સાથે મૃતકના પરિવારજનોને જાણ કરવાની કવાયત હાથ ધરી હતી. બનાવને પગલે આમોદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

જ્યોર્જિયાની એન્ડ્રીયાએ તેના સુંદર પપ્પી હુગોના જન્મદિવસની શુભેચ્છાઓ શેર કરી.

ProudOfGujarat

શહેરા નગરપાલિકાતંત્ર દ્વારા ગૂમાસ્તાધારાનો કકડ અમલ શરુ કરાયો.

ProudOfGujarat

રાજપીપળા નગરપાલિકામાં ફરી મુદ્દો ઉભો થયો ચાર મહિનાથી પગાર ન થતાં અને પી.એફ મુદ્દે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!