Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં મેગા રક્તદાન શિબિરની જાગૃતિ માટે બાઈક રેલી યોજાઈ

Share

 

ભરૂચ: સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન, ભરૂચ બ્રાંચ, વડોદરા ઝોન-31 દ્વારા 15 ઓગસ્ટના રોજ યોજાનારી મેગા રક્તદાન શિબિરના પ્રચાર-પ્રસાર અને જનજાગૃતિના હેતુથી શુક્રવારે ભરૂચ શહેરમાં બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

રેલીમાં આશરે 20 જેટલી બાઈક સાથે 40થી 50 જેટલા સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્વયંસેવકોએ રેલી દરમિયાન શહેરના નાગરિકોમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવી હતી. સાથે જ જરૂરિયાતમંદ દર્દીઓનું જીવન બચાવવા વધુમાં વધુ લોકો રક્તદાન કરે તે માટે અપીલ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે 15 ઓગસ્ટ, 2026ના રોજ મુક્તિ પર્વ નિમિત્તે ઝાડેશ્વર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. માનવતાભર્યા આ અભિયાનને સફળ બનાવવા સમાજના યુવાનો તેમજ નાગરિકોને મોટી સંખ્યામાં જોડાઈ રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે.

સમગ્ર કાર્યક્રમનું આયોજન સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ વિનુભાઈ કાપડિયા સહિતના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું.


Share

Related posts

વડોદરા અખંડ ફાર્મ મહેફિલ કાંડમાં ચાર્જશીટ થવાની શક્યતાઃ 273 આરોપી, ચાર્જશીટના 2 લાખથી વધુ કાગળ

ProudOfGujarat

માંગરોળ તાલુકાના ધોળીકુઈ ગામે વીર ભાથીજી મહારાજની છઠ્ઠી સાલગીરી મહોત્સવની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

રાજકોટની ગોઝારી ઘટના બાદ ભરૂચ ફાયર તંત્ર સફાળું જાગ્યું, સરકારની સૂચના અન્વયે ફાયર સેફટી નું નિરીક્ષણ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!