Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચની સ્કેટિંગ ખેલાડી પ્રાત્વી દેસાઈનું કલેક્ટર-રાજ્યમંત્રીના હસ્તે સન્માન : ખેલ મહાકુંભ-2025માં સ્પીડ સ્કેટિંગમાં બે બ્રોન્ઝ મેડલ જીતી ભરૂચનું નામ રોશન કરનાર પ્રાત્વીનું જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વે સન્માન

Share

 

ભરૂચ:

Advertisement

ઝઘડિયા ખાતે આયોજિત જિલ્લા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન ભરૂચની ઊગતી સ્કેટિંગ પ્રતિભા પ્રાત્વી કર્તવ્ય દેસાઈનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. પ્રાત્વીને ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ કોંડીબા ગવ્હાણે (IAS) અને રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે સન્માનિત કરવામાં આવી હતી.

પ્રાત્વી એમિકસ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને ભરૂચની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ખાતે આવેલા સેન્ટ ઝેવિયર્સ સ્કેટિંગ રિંક પર ‘અલ્ફાન્સો એકેડેમી’માં તાલીમ મેળવી રહી છે. નાની ઉંમરે જ સ્કેટિંગ ક્ષેત્રે પોતાની પ્રતિભા સાબિત કરનાર પ્રાત્વીએ રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભ-2025માં સ્પીડ સ્કેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

સુરત ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પ્રાત્વીએ બે બ્રોન્ઝ મેડલ જીતીને ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું હતું. તેની આ નોંધપાત્ર સિદ્ધિને બિરદાવવા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વના કાર્યક્રમમાં તેને સન્માનિત કરવામાં આવી હતી.

પ્રાત્વીની સિદ્ધિ બદલ તેના કોચ ઓસ્કાર જયંત અલ્ફાન્સો, સ્કૂલ હેડ અવંતિકા વાલિયા તેમજ શાળાના સમગ્ર સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સાથે જ ભવિષ્યમાં યોજાનારી રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં પણ પ્રાત્વી વધુ સફળતા પ્રાપ્ત કરી ભરૂચનું નામ ગૌરવભેર ઉજાગર કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

પ્રાત્વીની આ સિદ્ધિ ભરૂચના રમતવીરો માટે પ્રેરણારૂપ બની છે. શિક્ષણની સાથે રમતગમત ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓ આગળ વધે અને જિલ્લાનું નામ રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે રોશન કરે તે દિશામાં આવી પ્રતિભાઓને પ્રોત્સાહન મળવું મહત્વપૂર્ણ છે.


Share

Related posts

વાલીયા તાલુકાના કોંઢ ગામે ઘર આંગણે પાર્ક કરેલ ઇકો કારની ઉઠાંતરી.

ProudOfGujarat

ભરૂચ-ઝઘડિયા ખાતે આંગણવાડી ની બહેનો ભેગી થઇ અને કરી નાયબ કલેકટરને રજુઆત-જાણો શુ છે તેઓની માંગ…!!

ProudOfGujarat

અંકલેશ્વર ના અનેક રૂરલ વિસ્તાર માં પૂરતો વીજ પુરવઠો ન મળતો હોવાના કારણે કંટાળેલા લોકો એ જીઇબી કચેરી ખાતે ઢસી જઇ હોબાળો મચાવ્યો હતો……….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!