Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પ્લેનમાં થાઈલેન્ડથી લાવેલી દારૂની ૪ બોટલ સાથે બે શખ્સો ટ્રેનમાં ઝડપાયાં : રેલવે પોલીસે અંદાજે ૧૫ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

Share

 

 

Advertisement

અંક્લેશ્વર રેલવે આઉટ પોસ્ટમાં ફરજ બજાવતાં દિલીપકુમાર નાઈટ સ્ટેશન ડયૂટીમાં હતાં. તે વેળાં રાત્રીના ૧૨ વાગ્યે સુરત ઝોનના એએનટીએફ વિભાગના પીઆઈ એસ.વી. આહિરે તેમને જાણ કરી હતી કે, તેમને બાતમી મળી છે કે, હર્ષદસિંહ કિરીટસિંહ જાડેજા (રહે. કચ્છ) તેમજ રોમિલ નિલેશકુમાર શાહ (રહે. કચ્છ) બેંગકોક (થાઈલેન્ડ)થી મુંબઈ ખાતે પ્લેનમાં આવ્યાં હતાં. અને ત્યાંથી તેઓ કચ્છ એક્સપ્રેસમાં કોચ નં. એસ-૩માં બેસી કચ્છ જઈ રહ્યાં છે.

તેમની પાસે માદક પદાર્થ હોવાની શક્યતાં છે,જેથી તેમણે અલગ અલગ ટીમો બનાવી ટ્રેનમાં તપાસ કરી હતી. દરમિયાનમાં બન્ને મળી આવતાં ટીમે હર્ષદસિંહ કિરીટસિંહ જાડેજાની બેગમાંથી બે વિદેશથી લાવેલી દારૂની બોટલ મળી આવી હતી. જે બાદ રોમીલના બેગની તલાશી લેતાં તેમાં પણ અન્ય બ્રાન્ડની વિદેશથી લાવેલી દારૂની બે બોટલ મળી આવી હતી. ટીમ તેમની પાસે દારૂ અંગેની પરમિટ માંગતા તેમની પાસે ન હોવાનું જણાવ્યું હતું. વધુપુછરછમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ બેગકોક ગયાં હતાં. ત્યાંથી દારુની બોટલ લાવ્યાં હતાં. જે તેઓ કચ્છ તેમના વતન તેમના પોતાના પિવા માટે લઈ જતાં હોવાનું કબુલ્યું હતું. પોલીસે તેમની પાસેથી અંદાજે ૧૫ હજારની મત્તાની કારની ૪ બોટલ જપ્ત કરી બન્ને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

સુરત જિલ્લામાં ૯૧ કોંગ્રેસી કાર્યક૨ો એ પૂર્વ કેબીનેટ મંત્રીના હસ્તે ભાજપાનો ખેસ ધારણ કર્યો.

ProudOfGujarat

અંકલેશ્વરના નાંગલમાં પ્રાથમિક શાળાના બાળકોને શા માટે બેસવું પડે છે પંચાયત ભવનમાં ?

ProudOfGujarat

સજ્જાદ ડેલાફ્રોઝ અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ પુષ્પા 2 માં જોવા મળશે?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!