Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

16 વર્ષથી પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપી જયપુરથી ઝડપાયો : ભરૂચ પેરોલ-ફર્લો સ્કોડની ટીમે ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સના આધારે રાજસ્થાનમાંથી આરોપીને ઝડપી પાડ્યો

Share

 

ભરૂચ:

Advertisement

ભરૂચ જિલ્લામાં પેરોલ-ફર્લો, વચગાળાના જામીન તેમજ પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન ભરૂચ પેરોલ-ફર્લો સ્કોડની ટીમે છેલ્લા 16 વર્ષથી પોલીસ જાપ્તામાંથી ફરાર અને ભરૂચ જિલ્લાના નાસતા ફરતા આરોપીઓની યાદીમાં સામેલ આરોપીને રાજસ્થાનના જયપુર ખાતેથી ઝડપી પાડ્યો છે.

પોલીસને બાતમી મળી હતી કે પાલેજ પોલીસ સ્ટેશનના વર્ષ 2010ના આઇપીસીની કલમ 223, 224, 225 અને 114 મુજબના ગુનામાં પકડવાનો બાકી આરોપી રાહુલ ઉર્ફે સત્યેન્દ્ર શ્યામસુંદર શર્મા જયપુર, રાજસ્થાન ખાતે રહે છે. આરોપી રાજસ્થાન પોલીસના જાપ્તામાંથી પણ ફરાર થયો હોવાનું જણાવાયું છે. બાતમીના આધારે પેરોલ-ફર્લો સ્કોડની ટીમ જયપુર પહોંચી હતી. ટેકનિકલ સોર્સ, હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સઘન તપાસ હાથ ધરી આરોપી રાહુલ ઉર્ફે સત્યેન્દ્ર શર્મા, ઉંમર 58 વર્ષ, રહે. જયપુર, રાજસ્થાનને તેના વતન ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે પાલેજ પોલીસ સ્ટેશનમાં સોંપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.પોલીસના જણાવ્યા મુજબ, પકડાયેલા આરોપી વિરુદ્ધ રાજસ્થાનના ભીલવાડા પોલીસ સ્ટેશનમાં આઇપીસીની કલમ 406 અને 420 મુજબનો ગુનો તેમજ બિયાવર સિટી પોલીસ સ્ટેશનમાં આઇપીસીની કલમ 406, 420 અને 120(બી) મુજબનો ગુનો નોંધાયેલો છે.


Share

Related posts

કેવડીયા સરકારી શાળાની એજ્યુંકેસનલ ઈનોવેસનલ ફેસ્ટીવલમાંરાજયકક્ષાએ પસંદગી

ProudOfGujarat

જૂની પેન્શન યોજના શરૂ કરવા લીંબડી શિક્ષક સંઘ દ્વારા કેબિનેટ મંત્રીને રજૂઆત.

ProudOfGujarat

પાનોલી કેમીકલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો ગ્રામજનો દ્વારા વિરોધ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!