Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહાણુ એક્સપ્રેસની લેડીઝ બોગીમાં મહિલાના પર્સમાંથી રૂ.47,854નું મંગળસૂત્ર ચોરાયું : અંકલેશ્વરથી સુરત રક્ષાબંધન માટે જતી મહિલાને પાનોલી નજીક ભીડનો લાભ લઈ તસ્કરે નિશાન બનાવી

Share

 

ભરૂચ : અંકલેશ્વરથી સુરત રક્ષાબંધન માટે દહાણુ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલી મહિલાના પર્સમાંથી સોનાનું મંગળસૂત્ર અને રોકડ મળી કુલ રૂ.48 હજારથી વધુની ચોરી થયાની ફરિયાદ અંકલેશ્વર રેલવે પોલીસ મથકે નોંધાઈ છે.

Advertisement

અંકલેશ્વરના અંદાડા ખાતે સમ્રાટ રેસિડેન્સીમાં રહેતી 26 વર્ષીય હર્ષિતા રાકેશબાપુ સોનિસ ગત તા.26 ઓગસ્ટે સુરત જવા અંકલેશ્વર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-2 પર પહોંચી હતી. સવારે આશરે 7:45 વાગ્યે દહાણુ એક્સપ્રેસ ટ્રેન આવતા તે ટ્રેનના પાછળના ભાગે આવેલા લેડીઝ ડબ્બામાં બેસી હતી.

ટ્રેન પાનોલી રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી તે દરમિયાન હર્ષિતાએ પોતાના લાઇટ ગ્રીન કલરના લેડીઝ પર્સની તપાસ કરતાં અંદર રાખેલું નાનું મનીપર્સ ગાયબ હોવાનું જણાયું હતું. મનીપર્સમાં આશરે રૂ.300થી રૂ.400 રોકડા તેમજ સોનાનું મંગળસૂત્ર હતું.

મંગળસૂત્રનું વજન આશરે 13 ગ્રામ હોવાનું અને વર્ષ 2019માં રૂ.47,854માં ખરીદ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. મહિલાને શંકા છે કે, ટ્રેનમાં ભીડનો લાભ લઈ કોઈ અજાણ્યો તસ્કર તેના પર્સમાંથી મનીપર્સ તથા મંગળસૂત્ર ચોરી ગયો હતો.

રક્ષાબંધન બાદ વતનથી પરત ફર્યા બાદ મહિલાએ અંકલેશ્વર રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે રેલવે પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

માંગરોળ તાલુકાના બોરીયા ગામે (શ્રાદ્ધ) હરાદના તહેવારની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

ભાવનગર જિલ્લાના જેસર અને તળાજા તાલુકા માં કડાકા ભડાકા સાથે વરસાદ

ProudOfGujarat

અંકલેશ્વર રાજપીપળા ટ્રેન જલ્દીથી શરૂ કરવા પ્રબળ બનતી માંગ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!