Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શિક્ષક દિને શિક્ષકોના આરોગ્યની ચિંતા : 450 શિક્ષકો-સ્ટાફનું ઈનબોડી હેલ્થ ચેકઅપ : મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ અને વલી ચેરીટેબલ ટ્રસ્ટની પહેલ; બોડી ફેટ, મસ્ક્યુલર માસ અને બોડી વોટરની તપાસ કરી નિષ્ણાતોએ ડાયટ-કસરત અંગે માર્ગદર્શન આપ્યું

Share

 

ભરૂચ :

Advertisement

શિક્ષક દિન નિમિત્તે મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ (MMMCT) અને વલી ચેરીટેબલ ટ્રસ્ટ (VCT) દ્વારા શિક્ષકો અને સ્ટાફના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી ખાસ મેડિકલ ઈનબોડી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મુન્શી ટ્રસ્ટ, VCT ટ્રસ્ટ તથા ઓક્ટેન ફિટ સિટી, ભરૂચના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં સંકુલના આશરે 450 શિક્ષકો અને સ્ટાફમિત્રોએ ભાગ લીધો હતો.

કેમ્પ દરમિયાન આધુનિક ઈનબોડી મશીન દ્વારા વજન ઉપરાંત બોડી ફેટ, મસ્ક્યુલર માસ, બોડી વોટર સહિતના વિવિધ સ્વાસ્થ્ય સંબંધિત માપદંડોની તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ દરેક સ્ટાફમિત્રને તેમના હેલ્થ રિપોર્ટના આધારે નિષ્ણાતો દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

નિષ્ણાતોએ યોગ્ય આહાર, વ્યક્તિગત ડાયટ પ્લાન, નિયમિત કસરત તથા તંદુરસ્ત જીવનશૈલી અંગે પણ ઉપયોગી માહિતી આપી હતી. શિક્ષક દિનની ઉજવણીને માત્ર શિક્ષકોના શૈક્ષણિક યોગદાન પૂરતી સીમિત ન રાખી તેમના આરોગ્ય અને સુખાકારીને પણ પ્રાધાન્ય આપતી આ પહેલને આવકારવામાં આવી હતી.

શિક્ષકો અને સ્ટાફ સ્વસ્થ રહે તો તેઓ વિદ્યાર્થીઓના શિક્ષણ તથા સર્વાંગી વિકાસમાં વધુ ઉત્સાહ અને અસરકારકતા સાથે યોગદાન આપી શકે તેવા હેતુ સાથે આ આરોગ્યલક્ષી આયોજન કરવામાં આવ્યું હતું.


Share

Related posts

ભરૂચ : આજે લાભ પાંચમનાં દિવસે વેપારીઓએ વિધિવત નવા વર્ષમાં ધંધાની શરૂઆત કરી.

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે વિશ્વ ટી.બી. દિન અંતર્ગત અવેરનેસ કાર્યક્રમ હાથ ધરાયો.

ProudOfGujarat

અંકલેશ્વરનાં પિરામણથી વાછરડાં લઈને ભરૂચ ભઠીયારવાડ આવતો ટેમ્પો ચાલક ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!