Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ-અંકલેશ્વરમાં નિવૃત્ત શિક્ષક-વેપારીને સાયબર ગઠિયાઓએ 55 લાખથી વધુનો ચુનો લગાવ્યો : શેરબજારમાં ઊંચા નફાની લાલચ આપી નિવૃત્ત શિક્ષક પાસેથી રૂ.48.83 લાખ પડાવ્યા; વેપારીના જોઈન્ટ કરન્ટ એકાઉન્ટમાંથી રૂ.6.40 લાખ ટ્રાન્સફર, પોલીસે રૂ.10.77 લાખ ફ્રીઝ કરાવ્યા

Share

 

ભરૂચ : ભરૂચ જિલ્લામાં સાયબર ઠગાઈના બે અલગ-અલગ બનાવોમાં નિવૃત્ત શિક્ષક અને વેપારીને નિશાન બનાવી ગઠિયાઓએ રૂ.55 લાખથી વધુની રકમની છેતરપિંડી આચર્યાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાઈ છે. એક બનાવમાં શેરબજારમાં રોકાણથી ઊંચો નફો કમાવવાની લાલચ આપી નિવૃત્ત શિક્ષક પાસેથી લાખો રૂપિયા પડાવાયા હતા, જ્યારે બીજા બનાવમાં વેપારી અને તેમના ભાગીદારોના જોઈન્ટ કરન્ટ એકાઉન્ટમાં ઓનલાઈન એક્સેસ મેળવી લાખો રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી લેવાયા હતા.

Advertisement

ભરૂચ તાલુકાના દેરોલ ગામના નિવૃત્ત શિક્ષક અશ્વિનકુમાર પટેલે ફેસબુક પર શેરબજારમાં રોકાણની જાહેરાત જોઈ હતી. જાહેરાતની લિંક ઓપન કરતાં સંપર્કમાં આવેલા શખ્સે પોતે BXB માર્કેટનો એકાઉન્ટ મેનેજર હોવાનું જણાવી ટેલીગ્રામ ગ્રુપ મારફતે ટ્રેડિંગ આઈડી ખોલાવી હતી. ત્યારબાદ અલગ-અલગ બેંક ખાતામાં કુલ રૂ.48.83 લાખ જમા કરાવ્યા હતા. જોકે, માત્ર રૂ.22 હજાર પરત આપ્યા બાદ વધુ રૂ.17 લાખની માંગણી કરતાં શિક્ષકને ઠગાઈનો અહેસાસ થયો હતો. તેમણે 1930 પર ફરિયાદ કરતાં પોલીસે રૂ.10.77 લાખ ફ્રીઝ કરાવ્યા છે.

બીજા બનાવમાં અંકલેશ્વરના રેડીમિક્સ કોંક્રિટના વેપારી જયેશકુમાર દેસાઈ અને તેમના ભાગીદારોના ICICI તથા HDFC બેંકના જોઈન્ટ કરન્ટ એકાઉન્ટમાં અજાણ્યા શખ્સોએ ઓનલાઈન એક્સેસ મેળવી કુલ રૂ.6.40 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. મોબાઈલ પર OTP સંબંધિત મેસેજ આવ્યા બાદ વેપારીએ તપાસ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. બંને બનાવોમાં ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે તપાસ શરૂ કરી ગઠિયાઓ સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે.


Share

Related posts

લોકો લોનની લાલચ આપી તેમના ડોક્યુમેન્ટ પર 17 લાખ રૂપિયાની લોન મેળવી છેતરપીંડી કરી હોવાની વિગતો સપાટી એ આવી છે. 

ProudOfGujarat

ATM કાર્ડ વેરિફાઇનાં બહાને ગ્રાહકનાં OTP પ્રાપ્ત કરી નાણાંકીય છેતરપિંડીનાં કિસ્સામાં પૂરેપૂરી રકમ અપાવતી ભરૂચ સાયબર સેલ.

ProudOfGujarat

અમદાવાદમાં મહિલા પોલીસે ટ્રેડિશનલ ડ્રેસમાં ઝડપ્યાં 10 રોમિયો, 17 ટીમ ખડેપગે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!