Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના પાંચબત્તીમાં ફાયર શો બન્યો ‘ફાયર એલર્ટ’! : ગણેશ મહોત્સવની શોભાયાત્રા વચ્ચે હોડિંગમાં ભભૂકી આગ, લોકોમાં અફરાતફરી; ફાયર બ્રિગેડે દોડી આવી આગ કાબૂમાં લીધી

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ શહેરમાં ગણેશ મહોત્સવની શોભાયાત્રા દરમિયાન પાંચબત્તી વિસ્તારમાં યોજાઈ રહેલો ફાયર શો અચાનક ચિંતાજનક ઘટનામાં ફેરવાઈ ગયો હતો. ફાયર શો ચાલી રહ્યો હતો ત્યારે સોના જ્યુસ સેન્ટર અને અંબિકા જ્વેલર્સ આવેલી ઇમારતના ઉપરના ભાગે આવેલા હોડિંગમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં શોભાયાત્રામાં ઉપસ્થિત લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.

આગની જ્વાળાઓ દેખાતાં જ લોકોમાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક પાંચબત્તી ખાતે પહોંચ્યો હતો. ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ વધુ પ્રસરે તે પહેલાં જ નિયંત્રણમાં આવી જતાં સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી.

જોકે, આ ઘટનાએ જાહેર માર્ગ પર મોટી સંખ્યામાં લોકોની હાજરી વચ્ચે ફાયર શો યોજવાની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ફાયર શો માટે દુકાનો, રહેણાંક મકાનો, વીજ લાઇનો અને લોકો વચ્ચે પૂરતું સુરક્ષિત અંતર રાખવામાં આવ્યું હતું કે કેમ? સ્થળ પર ફાયર એક્સ્ટિંગ્વિશર સહિતના સાધનો ઉપલબ્ધ હતા કે નહીં? તેમજ ઇમરજન્સીમાં લોકોને સલામત રીતે બહાર કાઢવા માટે પૂરતો માર્ગ ખુલ્લો રાખવામાં આવ્યો હતો કે નહીં? જેવા સવાલો ચર્ચાઈ રહ્યા છે.

સમયસર આગ કાબૂમાં આવી જતાં મોટી જાનહાનિ ટળી છે, પરંતુ ભવિષ્યમાં આવા કાર્યક્રમોમાં મંજૂરી અને ફાયર સેફ્ટીના નિયમોનું કડક પાલન થાય તે જરૂરી બન્યું છે.


Share

Related posts

નડિયાદ પોદાર ઇન્ટેરનેશનલ સ્કૂલ દ્વારા ત્રણ દિવસ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું

ProudOfGujarat

બારડોલી રેલવે સ્ટેશન પર વહેલી સવારે એક ધાભળામાં લપેટેલું 6 માસ નું નવજાત બાળક બિનવારસી મળી આવ્યું

ProudOfGujarat

અંકલેશ્વરના તાડ ફળિયા ખાતે મકાનના બાથરૂમમાં સંતાડેલ હજારોની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!