Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

‘5 ડેઝ વર્કિંગ’ની માંગ સાથે બેન્ક કર્મચારીઓના ધરણાં-દેખાવો :  બેન્ક એમ્પ્લોય યુનિયન દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈ બેન્ક ઓફ બરોડા સ્ટેશન રોડ શાખા ખાતે વિરોધ પ્રદર્શન

Share

 

ભરૂચ :

Advertisement

બેન્ક કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓને લઈને બેન્ક એમ્પ્લોય યુનિયન દ્વારા ભરૂચમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ‘5 ડેઝ વર્કિંગ’ એટલે કે અઠવાડિયામાં પાંચ દિવસ બેન્કિંગ કામગીરીની મુખ્ય માંગ સાથે કર્મચારીઓએ બેન્ક ઓફ બરોડાની સ્ટેશન રોડ શાખા ખાતે ધરણાં યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા.

કર્મચારીઓએ લાંબા સમયથી પડતર રહેલી વિવિધ માંગણીઓનો વહેલી તકે ઉકેલ લાવવા સરકાર અને બેન્કિંગ ક્ષેત્રના સત્તાધીશોને રજૂઆત કરી હતી. ખાસ કરીને અઠવાડિયામાં પાંચ દિવસ કામકાજની વ્યવસ્થા લાગુ કરવામાં આવે તેવી માગને લઈને કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો.

ધરણા-દેખાવ દરમિયાન યુનિયનના આગેવાનો અને બેન્ક કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કર્મચારીઓએ એકસાથે અવાજ ઉઠાવી પોતાની માંગણીઓના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. પડતર પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ આપવામાં આવી હતી.


Share

Related posts

વડોદરાની મહારાજા યુનિવર્સિટીમાં નવનિયુક્ત વાઈસ ચાન્સેલરના હસ્તે ઘ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

લાકોદરા નજીક બે ટ્રાવેલ્સ વાહનો વચ્ચે અકસ્માત, એક મહિલાનું મોત…

ProudOfGujarat

રાજપીપળા જીલ્લા જેલ ખાતે કેદી બંધુઓ માટે યોગ શિબિરનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!