Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગણેશોત્સવને લઈ ભરૂચ જિલ્લા વહીવટી તંત્રની બેઠક, નિયમોના પાલન માટે તાકીદ : 5 ફૂટ સુધીની મૂર્તિનું પવિત્ર કૃત્રિમ કુંડમાં વિસર્જન કરાશે; મોટી મૂર્તિઓને ભાડભૂત ખાતે વિસર્જન માટે મોકલવા અનુરોધ

Share

 

ભરૂચ  :

Advertisement

આગામી તા. 14થી 25 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ગણેશોત્સવને અનુલક્ષીને ભરૂચ કલેક્ટર કચેરી ખાતે અધિક જિલ્લા કલેક્ટર આર.બી. ભોગાયતાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના લાયઝન અધિકારીઓ તેમજ ગણેશોત્સવના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા. તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થાપન, સલામતી તેમજ પર્યાવરણની જાળવણી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજકોને ઈકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાની સ્થાપના કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. પીઓપી, ભઠ્ઠીમાં શેકેલી માટી તેમજ કેમિકલ કે ઝેરી રંગોનો ઉપયોગ ન કરવા અને કુદરતી માટી તથા પાણીમાં ઓગળી જાય તેવા રંગોથી બનેલી મૂર્તિ સ્થાપવા સૂચના આપવામાં આવી હતી.

વિસર્જન અંગે તંત્ર દ્વારા તૈયાર કરાયેલા પવિત્ર કૃત્રિમ જળકુંડમાં માત્ર 5 ફૂટ સુધીની ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. જ્યારે 5 ફૂટથી મોટી અન્ય તમામ મૂર્તિઓને ભાડભૂત ખાતે વિસર્જન માટે મોકલવા આયોજકોને અનુરોધ કરાયો છે. ભરૂચ શહેરમાં બે સ્થળે તેમજ અંકલેશ્વર અને અન્ય નગરપાલિકા વિસ્તારોમાં પણ કૃત્રિમ કુંડ બનાવવામાં આવશે.

જાહેર ગણેશ મંડપોમાં લાઇટિંગ, CCTV, ફાયર એક્સ્ટિંગ્વિશર અને બેરીકેડિંગની વ્યવસ્થા રાખવા તેમજ મંડપના કારણે રસ્તા કે રાહદારીઓને અડચણ ન થાય તેની તકેદારી રાખવા જણાવાયું હતું. પીઓપીની મૂર્તિ અને 9 ફૂટથી વધુ ઊંચી મૂર્તિ નહીં રાખવા, જાહેર માર્ગ પર ફટાકડા ન ફોડવા અને કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ ન કરવા પણ તાકીદ કરાઈ હતી.

વિસર્જન સ્થળોએ ફ્લડલાઇટ, જનરેટર, કંટ્રોલ રૂમ, ક્રેન, બેરીકેડિંગ, ફાયર ફાઈટર, તાલીમબદ્ધ તરવૈયા, મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ તૈનાત રાખવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. વિસર્જન રૂટ પર લટકતા વીજ વાયર ઊંચા કરવા DGVCLને પણ સૂચના અપાઈ હતી.

ગણેશ પ્રતિમાના આગમન અને વિસર્જન દરમિયાન ધ્વનિ પ્રદૂષણ ન થાય તેની તકેદારી રાખવા તેમજ જાહેરનામા મુજબ મોડી રાત્રે ડીજેના ઉપયોગ પર નિયંત્રણ રાખવા જણાવાયું હતું. તહેવાર દરમિયાન કોઈની ધાર્મિક લાગણી ન દુભાય અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે આયોજકોને ખાસ કાળજી રાખવા અપીલ કરવામાં આવી હતી.


Share

Related posts

વડોદરા નજીક વિદેશી દારૂનાં જથ્થા સાથે વલસાડ પોલીસ કોન્સ્ટેબલ સહિત ત્રણ ઝડપાયા : બે દિવસના રિમાન્ડ મંજુર .

ProudOfGujarat

ભરૂચ-અંકલેશ્વર માર્ગ પર માજી નગર સેવકની કાર રોકી હથોડી વડે ચાર ઈસમોએ હુમલો કરી લૂંટ કરતા ચકચાર.

ProudOfGujarat

સુરત જિલ્લાનાં નવ તાલુકાઓનાં દલિત સમાજનાં આગેવાનો દ્વારા હાથરસમાં બનેલી ઘટનામાં સંડોવાયેલાઓને ફાંસીની માંગ સાથે માંગરોળનાં નાયબ મામલતદાર મયુરભાઈ ચૌધરીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!