Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ : લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર; સુકાઈ રહેલા પાકને સંજીવની સમાન જીવતદાન

Share

 

વાંકલ :

Advertisement

સુરત જિલ્લામાં લાંબા વિરામ બાદ હવામાનમાં અચાનક પલટો આવ્યો છે અને મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ખાસ કરીને માંગરોળ તાલુકામાં આકાશમાં વીજળીના કડાકા-ભડાકા અને તીવ્ર ચમકારા સાથે ધોધમાર વરસાદ વરસતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ગ્રામજનો અને ખેડૂતોમાં મેઘમહેરથી ખુશીની લહેર ફરી વળી છે.

વરસાદ પડતાં જ વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી હતી. બફારા અને ગરમીથી ત્રસ્ત લોકોને પણ રાહત મળી હતી. ખેતરોમાં વરસાદી પાણી પહોંચતાં સુકાઈ રહેલા પાકને નવું જીવન મળ્યું છે.

પાકને મળ્યું સંજીવની સમાન જીવતદાન

છેલ્લા કેટલાક સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતોના ખરીફ પાક પર સંકટના વાદળો ઘેરાયા હતા. અનેક ખેતરોમાં પાક સુકાવાના આરે પહોંચ્યો હતો. આવી સ્થિતિમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીએ ખેડૂતોને મોટી રાહત આપી છે. વરસાદના કારણે જમીનમાં ભેજ વધતા ઊભા પાકને ફાયદો થવાની આશા ખેડૂતોમાં જાગી છે.

માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના પગલે ખેતરોમાં ચહલપહલ વધી હતી અને ખેડૂતોના ચહેરા પર રાહત તથા ખુશીની લાગણી જોવા મળી હતી. આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહે અને સારો વરસાદ વરસે તેવી આશા ખેડૂત આલમ રાખી રહ્યું છે.


Share

Related posts

એમ.ઇ.ટી.સ્કુલ દ્વારા અન્નદાન અભિયાન હેઠળ અન્ન ભેગુ કરાયુ…..

ProudOfGujarat

સાગબારા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા જીઆરડી જવાનનું અવસાન થતાં જીઆરડી ના જવાનોએ ફાળો એકત્રિત કરી સદગતની પત્નિને સહાયની રકમ અર્પણ કરી.

ProudOfGujarat

અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા લિંગ આધારિત ગર્ભ પરીક્ષણ કરતાં ક્લિનિકમાંથી બે સોનોગ્રાફી મશીન સીલ કર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!