Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મુંબઈની આંતરરાષ્ટ્રીય બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ભરૂચના યુવાનોનો ડંકો :  અમન કાનુંગાએ પાંચમી પોઝિશન મેળવી મેડલ જીત્યો, ત્રણેય ખેલાડીઓનું શ્રેષ્ઠ પ્રદર્શન

Share

 

ભરૂચ :

Advertisement

મુંબઈના નરીમન પોઈન્ટ ખાતે WNBF (વર્લ્ડ નેચરલ બોડી બિલ્ડિંગ ફેડરેશન) દ્વારા આંતરરાષ્ટ્રીય બોડી બિલ્ડિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સહિત વિવિધ દેશોમાંથી 350થી વધુ બોડી બિલ્ડરોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ભરૂચના ત્રણ યુવાનોએ ભાગ લઈ શહેરનું નામ આંતરરાષ્ટ્રીય મંચ પર રોશન કર્યું હતું.

ભરૂચના હાઉસ ઓફ બ્રોડઝિલ્લા જીમના હેડ કોચ ધવલ મહિડાના માર્ગદર્શન હેઠળ અમન કાનુંગા અને ફહાદ પટેલે જુનિયર મેન્સ ફિઝિક્સ કેટેગરીમાં ભાગ લીધો હતો. જ્યારે દિપક રાજપૂતે સિનિયર ઓપન બોડી બિલ્ડિંગ કેટેગરીમાં પોતાની પ્રતિભા દર્શાવી હતી.

સ્પર્ધામાં અમન કાનુંગાએ પોતાની કેટેગરીમાં પાંચમી પોઝિશન મેળવી મેડલ જીત્યો હતો. ત્રણેય યુવાનોએ આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનથી ભરૂચનું ગૌરવ વધાર્યું હતું.

કોચ ધવલ મહિડાએ જણાવ્યું હતું કે, આ સ્પર્ધા માટે ત્રણેય ખેલાડીઓએ છેલ્લા છ મહિનાથી સખત મહેનત કરી હતી. કઠોર વર્કઆઉટની સાથે કડક ડાયટનું પાલન કરી તેમણે સ્પર્ધા માટે તૈયારી કરી હતી. જેના પરિણામે તેઓ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા માટે ક્વોલિફાય થયા હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સ્પર્ધામાં જીત કે હાર કરતાં ભરૂચનું આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ થાય તે મુખ્ય ઉદ્દેશ હતો, જેમાં ત્રણેય ખેલાડીઓએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપી સફળતા મેળવી છે.


Share

Related posts

ભરૂચ ની દહેજ ખાતે આવેલ યોકોહામા ટાયર કંપની દ્વારા કામદારો ના શોષણ બાબતે જિલ્લા કલેકટર ને અપાયું આવેદન પત્ર

ProudOfGujarat

અંકલેશ્વર: વીજ ટ્રાન્સફોર્મર ચોરોના આંતકનો અંત,ચોરોને જેલ ભેગા કરતી પોલીસ…

ProudOfGujarat

નર્મદામાં લોકડાઉન ભંગ બદલ 850 કેસો કરી 1651 વ્યક્તિઓની અટકાયત કરી, 1635 વાહનો ડિટેઇન કરી કુલ રૂ.3,02,700 હજારની રકમ દંડ પેટે વસુલાત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!