Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાંકલ કોલેજના કુસ્તીબાજોની શાનદાર સિદ્ધિઃ આર્યનકુમારને ગોલ્ડ, દિવ્યાંગને સિલ્વર મેડલ :  આર્યનકુમાર વસાવાની ઓલ ઇન્ડિયા કુસ્તી ટીમમાં પસંદગી થતાં કોલેજ પરિવારમાં ખુશીનો માહોલ

Share

 

વાંકલ : વિદ્યાભારતી ટ્રસ્ટ કોલેજ, ઉમરાખ-બારડોલી ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત આંતરકોલેજ કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંકલ સ્થિત શ્રી અટલબિહારી વાજપેયી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના વિદ્યાર્થી ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કોલેજનું નામ રોશન કર્યું હતું.

Advertisement

આ સ્પર્ધામાં કોલેજના વિદ્યાર્થી ખેલાડી વસાવા આર્યનકુમાર વિનોદભાઈએ શાનદાર પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે વસાવા દિવ્યાંગભાઈ અજયભાઈએ પણ પોતાની કુસ્તી પ્રતિભા દર્શાવી સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો.

આર્યનકુમાર વસાવાના ઉત્કૃષ્ટ દેખાવને પગલે તેમની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ઓલ ઇન્ડિયા કુસ્તી સ્પર્ધા માટેની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. આ પસંદગીથી કોલેજ તથા વાંકલ વિસ્તારના રમતપ્રેમીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે.

વિદ્યાર્થી ખેલાડીઓની આ સિદ્ધિ બદલ કોલેજના આચાર્ય ડો. દીપકભાઈ આર. ચૌધરી, કોચ વિજયભાઈ દવે તથા સમગ્ર સ્ટાફ અને કોલેજ પરિવારે બંને વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યાં હતાં. તેમજ આર્યનકુમાર અને દિવ્યાંગના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.


Share

Related posts

ઝઘડીયા તાલુકાનાં દધેડા ગામ નજીક અજાણ્યા ઇસમનો મૃતદેહ મળ્યો.

ProudOfGujarat

તળાવમાં મચ્છી ચોરવાની શંકાએ પરપ્રાંતીય ઇસમની હત્યાને અંજામ આપનાર બે ઇસમોને દહેજ પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડયા.

ProudOfGujarat

રાજપીપળા : આજે બપોરે ૧૨:૦૦ કલાકે કરજણ ડેમની સપાટી ૧૧૦.૧૭ મીટરે નોંધાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!