Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં રાજકીય ગઠબંધનનું ‘અલગ જ ગણિત’! : NDAમાં ભાજપની સાથી LJP સાથે કોંગ્રેસી આગેવાનોની વધતી નિકટતા સામે સવાલો : મુદ્દા કોના, રજૂઆત કોની અને રાજકીય લાભ કોને?

Share

 

ભરૂચ :

Advertisement

રાષ્ટ્રીય રાજકારણમાં પરસ્પર વિરોધી રાજકીય વિચારધારા ધરાવતા પક્ષો સ્થાનિક સ્તરે એક જ મંચ પર જોવા મળે ત્યારે રાજકીય સમીકરણો અંગે ચર્ચા થવી સ્વાભાવિક છે. ભરૂચમાં છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના કોર્પોરેટર ઝૂબેર પટેલ તથા તેમના સાથીદારો લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના અબ્દુલ કામઠી સાથે મળીને નગરપાલિકા અને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્રો આપતા તેમજ વિવિધ પ્રશ્નોની રજૂઆત કરતા જોવા મળી રહ્યા છે. આ ઘટનાક્રમે સ્થાનિક રાજકારણમાં નવા તર્કવિતર્કને જન્મ આપ્યો છે.

કેન્દ્રમાં ચિરાગ પાસવાનના નેતૃત્વવાળી LJP (રામવિલાસ) NDAનો ભાગ છે અને ચિરાગ પાસવાન કેન્દ્ર સરકારમાં મંત્રી છે. બીજી તરફ કોંગ્રેસ વિપક્ષી રાજકારણનો ભાગ છે. ત્યારે રાષ્ટ્રીય સ્તરે અલગ રાજકીય છાવણી ધરાવતા આ પક્ષોના સ્થાનિક આગેવાનો ભરૂચમાં એકસાથે કેમ જોવા મળે છે, તે પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે.

 

લોકોમાં ચાલતી ચર્ચા મુજબ, શું કોંગ્રેસના કેટલાક આગેવાનો પાસે પોતાના રાજકીય મુદ્દાઓનો અભાવ છે, જેના કારણે તેઓ LJP દ્વારા ઉઠાવવામાં આવતા પ્રશ્નોમાં જોડાઈને પોતાની હાજરી નોંધાવી રહ્યા છે? કે પછી કોંગ્રેસના આગેવાનો પણ સ્થાનિક પ્રશ્નો ઉઠાવે છે, પરંતુ સંખ્યાબળના અભાવે LJPનો સહયોગ લે છે? આ બંને સંભાવનાઓને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે.

જોકે, આ તર્કવિતર્ક વચ્ચે એક મૂળભૂત પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે વિરોધી રાજકીય ગઠબંધન સાથે જોડાણ કરતી વખતે સ્થાનિક કોંગ્રેસ સંગઠનની ભૂમિકા અને મંજૂરીની પ્રક્રિયા શું છે?

 

નગરપાલિકાની ચૂંટણી બાદ કોંગ્રેસમાં વિરોધપક્ષના નેતાના પદને લઈને આંતરિક ખેંચતાણની ચર્ચા ચાલી રહી છે. આવા સંજોગોમાં કોંગ્રેસના કેટલાક કાર્યકરો અને આગેવાનો LJPના કાર્યક્રમો, આવેદનપત્રો તથા વિરોધ પ્રદર્શનોમાં જોડાતા હોવાના દૃશ્યો રાજકીય ચર્ચાને વધુ વેગ આપી રહ્યા છે.

શું આ સહભાગિતા માત્ર સ્થાનિક જનહિતના પ્રશ્નો પૂરતી મર્યાદિત છે કે પછી તેની પાછળ કોઈ વ્યાપક રાજકીય સમજૂતી છે? કોંગ્રેસના આગેવાનો LJPના કાર્યક્રમોમાં જોડાતા પહેલાં જિલ્લા કે પ્રદેશ કક્ષાએથી પરવાનગી મેળવે છે કે કેમ? બંને પક્ષોની સ્થાનિક કામગીરી વચ્ચે કોઈ સત્તાવાર સંકલન છે કે આ વ્યક્તિગત સ્તરે થતી રાજકીય ભાગીદારી છે?

આવા સવાલોના જવાબો હજુ સ્પષ્ટ નથી. પરંતુ ભરૂચના રાજકારણમાં ‘મુદ્દા આધારિત સહયોગ’ અને ‘રાજકીય સમીકરણ’ વચ્ચેની રેખા ક્યાં છે? તે અંગે લોકોમાં ચર્ચા તેજ બની છે.


Share

Related posts

પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરના વિકાસલક્ષી પ્રશ્નો અંગે જિલ્લા કલેકટરને રજુઆત

ProudOfGujarat

ભરુચ જીલ્લાનાં ઝગડીયા તાલુકામાં આવેલ રાજપારડીનાં જી.એમ.ડી.સી. ના લીગનાઈટમાં કોલસા ભરતી વખતે જે.સી.બી માં આગ લાગી જતાં દોડધામ મચી હતી.

ProudOfGujarat

ઝઘડીયા : સારસા ગ્રામ પંચાયત દ્વારા કોરોના મહામારી અંતર્ગત નિયમો જાળવવા નાગરીકોને અપીલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!