Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં BNS દ્વારા ઉજ્જૈન મહાકાલની થીમ પર ભવ્ય ગણેશ પંડાલ તૈયાર : જ્યોતિનગર પાસે ભરૂચના ભુપતિની સ્થાપના : મંડપમાં ઉજ્જૈનનાં ધાર્મિક અને પર્યટન સ્થળોની ઝાંખી, અંદાજે રૂ.40 લાખનો ખર્ચ

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ નવનિર્માણ સંઘ (BNS) દ્વારા ભરૂચના જ્યોતિનગર પાસે વર્ષ 2014થી ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે. આ વર્ષે ગણેશોત્સવ નિમિત્તે ઉજ્જૈન મહાકાલની થીમ પર ભવ્ય પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે, જે શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

BNS દ્વારા તૈયાર કરવામાં આવેલા મંડપના પ્રવેશદ્વાર પર ઉજ્જૈન મહાકાલ ખાતે આવેલા વિવિધ ધાર્મિક અને પર્યટન સ્થળોની ઝાંખી રજૂ કરવામાં આવી છે. જ્યારે પંડાલની અંદર ઉજ્જૈન મહાકાલના શિવલિંગની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. સમગ્ર આયોજનમાં ધાર્મિક આસ્થા સાથે ભવ્ય સજાવટ અને કલાત્મક રજૂઆતનો સમન્વય જોવા મળી રહ્યો છે.

આ ભવ્ય ગણેશ પંડાલના નિર્માણ અને સજાવટ પાછળ અંદાજે રૂ.40 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. વર્ષ 2014થી ગણેશ સ્થાપનાની પરંપરા જાળવી રાખનાર BNS દ્વારા દર વર્ષે અલગ થીમ સાથે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ઉજ્જૈન મહાકાલની થીમ દ્વારા ભક્તોમાં ધાર્મિક ભાવના સાથે ઉજ્જૈનનાં પ્રસિદ્ધ સ્થળોની ઝાંખી કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.


Share

Related posts

લીંબડી શાળા નં. 10 મા એન્યુલ ફંકશન અને વિદાય સમારોહ યોજાયો.

ProudOfGujarat

ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે  દશામાની મૂર્તિ પ્રતિમા ને મા નર્મદા માં વિસર્જન કરાયા

ProudOfGujarat

ભરૂચના પાલેજ સ્થિત ચિશ્તીયા નગર ખાતે મુસ્લિમ કડીવાલા સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!