Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં બૌડાનો ગેરકાયદે બાંધકામો પર સપાટો : પીરામણ નાકા-બ્રિજ નગરમાં 2 ફર્નિચર ગોડાઉન સહિત 3 દુકાનો સામે કાર્યવાહી, JCBથી વધારાના બાંધકામો તોડી પડાયા

Share

 

અંકલેશ્વર :

Advertisement

અંકલેશ્વરના રહેણાંક વિસ્તારોમાં પરવાનગી વિના ઉભા કરાયેલા કોમર્શિયલ બાંધકામો સામે ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ (બૌડા) દ્વારા આજે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. બૌડાની ટીમે પીરામણ નાકા અને બ્રિજ નગર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી બે ફર્નિચરના ગોડાઉન તથા ત્રણ દુકાનો સામે કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, પીરામણ નાકા વિસ્તારમાં રહેણાંક ઉપયોગ માટેના વિસ્તારમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પરવાનગી વિના ત્રણ દુકાનો ઉભી કરવામાં આવી હતી. જ્યારે ઉપરના માળે ફર્નિચરનું ગોડાઉન ચલાવવામાં આવતું હતું. બૌડાની ટીમે સ્થળ પર પહોંચી ત્રણેય દુકાનો તેમજ ફર્નિચરના ગોડાઉનને સીલ કરી દીધા હતા. સાથે જ કરવામાં આવેલ વધારાના બાંધકામને JCBની મદદથી તોડી પાડવામાં આવ્યું હતું.

ત્યારબાદ બૌડાની ટીમે બ્રિજ નગર વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરી હતી. અહીં નીલમ ફર્નિચરનું ગોડાઉન રહેણાંક વિસ્તારમાં બિનપરવાનગીથી ઉભું કરવામાં આવ્યું હોવાની વિગતોના આધારે ટીમે સ્થળ પર પહોંચી JCBની મદદથી ગોડાઉનનો હિસ્સો તોડી પાડ્યો હતો.

બૌડાની ટીમ દ્વારા અધિકારીઓ અને પોલીસની હાજરીમાં હાથ ધરાયેલી કાર્યવાહીને પગલે વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ કરનારાઓમાં ફફડાટ ફેલાયો હતો. રહેણાંક વિસ્તારોમાં નિયમવિરુદ્ધ કોમર્શિયલ પ્રવૃત્તિઓ અને બાંધકામો સામે બૌડાએ કાર્યવાહીનો સિલસિલો શરૂ કરતાં અન્ય ગેરકાયદે બાંધકામ કરનારાઓમાં પણ ચિંતા જોવા મળી હતી.


Share

Related posts

અંકલેશ્વર : NEET ની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ માટે આ ખાસ સૂચના, જુઓ.

ProudOfGujarat

कैटरीना कैफ के जन्मदिन के अवसर पर, शाहरुख खान ने “ज़ीरो” से कैटरीना का पहला लुक किया रिलीज!

ProudOfGujarat

ભરૂચનાં ગામડાઓ પર NRI ભાઈઓ મહેરબાન બન્યા છે, કરમાડ ગામે 10 ઓક્સીજન કોનસ્ટ્રેટર મશીન અપાતા ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!