Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં માર્ગ સલામતી અંગે બાઇક રેલી યોજાઈ : પોલીસ-આરટીઓના સંયુક્ત આયોજનમાં ટ્રાફિક નિયમોના પાલન અંગે જનજાગૃતિ

Share

ભરૂચ શહેર અને જિલ્લામાં માર્ગ સલામતી તથા ટ્રાફિક નિયમોના પાલન અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી ભરૂચ જિલ્લા પોલીસ અને આરટીઓ કચેરી દ્વારા સંયુક્ત રીતે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘સેવા સંકલ્પ અભિયાન-સેવા મારું યોગદાન’ અંતર્ગત યોજાયેલી આ રેલીમાં પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ સહિત વિવિધ વિભાગના કર્મચારીઓ જોડાયા હતા.

ભરૂચ રેલવે સ્ટેશન ખાતેથી બાઇક રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આરટીઓ ઇન્સ્પેક્ટર આર.એલ. ચૌધરી, ટ્રાફિક પીએસઆઈ આર.આર. ગોહિલ તથા હિટ એન્ડ રન કમિટીના સભ્ય હેતલ શાહ સહિતના અધિકારીઓએ લીલી ઝંડી બતાવી રેલીને રવાના કરી હતી.

Advertisement

રેલવે સ્ટેશનથી શરૂ થયેલી બાઇક રેલી શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી. રેલી દરમિયાન માર્ગ સલામતી, હેલ્મેટના ઉપયોગ તથા ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

આ જનજાગૃતિ અભિયાનમાં ટ્રાફિક પોલીસ, ટીઆરબી જવાનો, હોમગાર્ડ તેમજ આરટીઓ વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલીના સમાપન બાદ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત અધિકારીઓ, પોલીસકર્મીઓ, કર્મચારીઓ અને નાગરિકોએ માર્ગ સલામતી તથા ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવાનો સામૂહિક શપથ લીધો હતો.


Share

Related posts

ભરૂચ જિલ્લામાં આજે કોરોનાનો બોમ્બ ફૂટયો હોય એમ એક સાથે 18 જેટલા જિલ્લાનાં લોકોને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેને લઇને જિલ્લાનાં આરોગ્ય તંત્ર સહિત વહીવટી તંત્ર દોડતું થઇ ગયું છે.

ProudOfGujarat

અરેરે…સંતોષી વસાહતના રહેવાસીઓની તકલીફોનો કોઈ પાર નથી, ગટરનું ઢાંકણું નથી તો કચરાપેટી ઉભરાય રહી છે..!!!

ProudOfGujarat

સુરેન્દ્રનગર : પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા ૮૪ મી શિવ જયંતિ નિમિતે સર્વધર્મ એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!