Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ-ઉમરપાડા તાલુકાના ચાર ગામોમાં ભક્તિભાવ સાથે ગણેશ વિસર્જન સંપન્ન :  વાંકલમાં ગજાનંદ ગ્રુપના ગણેશ મહોત્સવમાં DySP બી.કે. વનારના હસ્તે મહાઆરતી યોજાઈ

Share

 

વાંકલ :

Advertisement

માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં આ વર્ષે વિવિધ સ્થળોએ ગણેશજીની પ્રતિમાઓની શ્રદ્ધાભેર સ્થાપના કરવામાં આવી હતી. ગણેશોત્સવના સમાપન પ્રસંગે ઝંખવાવ પોલીસ મથકની હદમાં આવતા લવેટ, ઓગણીસા, સણધરા અને ઇશનપુર ગામોમાં શ્રીજીની પ્રતિમાઓનું ભાવભેર વિસર્જન કરવામાં આવ્યું હતું.

ગણેશ વિસર્જન દરમિયાન ભક્તોએ ઢોલ-નગારાં અને ભક્તિના જયઘોષ સાથે શ્રીજીને ભાવભીની વિદાય આપી હતી. ગામોમાં યોજાયેલી વિસર્જન યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા. પોલીસ તંત્ર દ્વારા પણ જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેના પગલે ચારેય ગામોમાં ગણેશ વિસર્જનની સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી.

વાંકલમાં મહાઆરતીનું આયોજન

બીજી તરફ વાંકલ ખાતે ‘ગજાનંદ ગ્રુપ’ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સુરત ગ્રામ્યના DySP બી.કે. વનારના હસ્તે શ્રીજીની ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી.

મહાઆરતી દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી મહાઆરતીમાં જોડાયા હતા તેમજ શ્રીજીના દર્શનનો લાભ લીધો હતો. ગણેશ મહોત્સવ દરમિયાન આયોજકો દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરી ભક્તોને જોડવામાં આવ્યા હતા.


Share

Related posts

અંકલેશ્વર ખાતે બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ લાવવા ન્યાલકરણ નર્સિંગ કોલેજ દ્વારા ત્રણ રસ્તા સર્કલ પાસે સ્ટ્રીટ પ્લે યોજાયું.

ProudOfGujarat

ભરૂચમાં રૂ.4.88 કરોડના ખર્ચે અદ્યતન મોડલ ફાયર સ્ટેશનનું લોકાર્પણ :  જ્યોતિનગર પાણીની ટાંકી પાસે તૈયાર કરાયેલા ફાયર સ્ટેશનમાં 7 ફાયર ટેન્ડર પાર્કિંગ સાથે 21 આવાસોની સુવિધા, શહેર સહિત જિલ્લામાં ઝડપી બચાવ કામગીરીને વેગ મળશે

ProudOfGujarat

નોંધારાનો આધાર બની રહ્યું છે નર્મદા જિલ્લા વહિવટી તંત્ર : નિરાધારો માટે સંવેદના સરવાણી વહેવડાવવામાં સામાજિક સેવા સંસ્થાનો માનવતા ભરેલો સહયોગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!