Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાનોલી GIDCની સલ્ફર મિલમાં અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળતાં દોડધામ :  સ્ક્રબરનું ઢાંકણું ખૂલતાં મટિરિયલ બહાર નીકળ્યું; આગની આશંકાથી લોકોમાં ભય, ફાયર ટીમે સ્થિતિ સંભાળી

Share

 

અંકલેશ્વર :

Advertisement

અંકલેશ્વરની પાનોલી GIDCમાં આવેલી સલ્ફર મિલ લિમિટેડના પ્લાન્ટમાં અચાનક મોટા પ્રમાણમાં ધુમાડો નીકળતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્લાન્ટમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ સ્થાનિકોમાં આગ લાગી હોવાની આશંકા સાથે ભય ફેલાયો હતો.

પ્રાથમિક માહિતી મુજબ, કંપનીના પ્લાન્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા આ સમગ્ર ઘટના બની હતી. પ્લાન્ટમાં આવેલા સ્ક્રબરનું ઢાંકણું અચાનક ખૂલી જતાં અંદરનું મટિરિયલ બહાર નીકળી ગયું હતું. જેના પગલે મોટા પ્રમાણમાં ધુમાડો નીકળ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ કંપનીના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ફાયર ટીમે જરૂરી કાર્યવાહી હાથ ધરી પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા હોવાથી આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે ભયનો માહોલ છવાયો હતો.

જોકે, કંપનીના ફાયર વિભાગ દ્વારા સમયસર કામગીરી હાથ ધરાતા પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.

દરમિયાન, પ્લાન્ટમાં ટેકનિકલ ખામી કયા કારણોસર સર્જાઈ અને ઘટનામાં સલામતીના નિયમોનું પાલન થયું હતું કે કેમ તે સહિતના મુદ્દે ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


Share

Related posts

21 મે આ 2 રાશિઓ માટે વરદાન સમાન, જુઓ તમે પણ આ યાદીમાં સામેલ છો કે નહીં.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં મૂળ કલકત્તાના રહેવાસી ખાસ નર્મદા નદીની માટીમાંથી બનાવે છે ગણેશ મૂર્તિઓ.

ProudOfGujarat

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ ચર્ચા વિચારણા કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!