Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાલેજની સ્ટીલકો કંપનીના ખુલ્લા શેડમાંથી રૂ.2.55 લાખની ચોરી : 524 મીટર કોપર કેબલ, જૂનું વેલ્ડિંગ મશીન અને ગેસ કટીંગ ટોર્ચ નોઝલ ચોરાયા : કેપેસિટર બેંક યાર્ડનો વાયર પણ કાપી રૂ.25 હજારનું નુકસાન

Share

પાલેજ :

ભરૂચ તાલુકાના પાલેજ ગામે નેશનલ હાઈવે-48 ઉપર આવેલી સ્ટીલકો ગુજરાત લિમિટેડ કંપનીના સેન્ટ્રલ સ્ટોરની બાજુમાં આવેલા ખુલ્લા પતરાના શેડમાંથી અજાણ્યા ચોરોએ રૂ.2.55 લાખની મત્તાની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. ચોરોએ મોટી માત્રામાં કોપર કેબલ ઉપરાંત જૂનું વેલ્ડિંગ મશીન અને ગેસ કટીંગ ટોર્ચ નોઝલ ચોરી લીધા હતા. જ્યારે કેપેસિટર બેંક યાર્ડનો વાયર પણ કાપી નુકસાન પહોંચાડ્યું હતું.

Advertisement

વડોદરાના ભોઇ-વાઘોડિયા રિંગ રોડ વિસ્તારમાં રહેતા 56 વર્ષીય રાજેશ વિષ્ણુપ્રસાદ રાવલ પાલેજની સ્ટીલકો ગુજરાત લિમિટેડ કંપનીમાં છેલ્લા 15 વર્ષથી નોકરી કરે છે અને હાલમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવે છે.

ફરિયાદ મુજબ, કંપનીએ તા.3 સપ્ટેમ્બરે દિપડીલ ઇલેક્ટ્રિકલ પ્રા.લિ. પાસેથી 1.5 સ્ક્વેર મિલીમીટર, 16 કોર આર્મડ કોપર કેબલનો 600 મીટર જથ્થો ખરીદ્યો હતો. કેબલને સેન્ટ્રલ સ્ટોરની બાજુમાં આવેલા પતરાના શેડમાં રાખવામાં આવ્યો હતો.

તા.9 સપ્ટેમ્બરે ઇલેક્ટ્રિકલ વિભાગના કર્મચારીને કામ માટે 40 મીટર કેબલ ઇશ્યૂ કરવામાં આવ્યો હતો. આથી ડ્રમમાંથી 40 મીટર કેબલ કાપ્યા બાદ 560 મીટર કેબલ બાકી હતો. જોકે, બીજા દિવસે સ્ટોર મેનેજર સુનીલ ગુજરીએ સ્ટોર તપાસતા ડ્રમમાં માત્ર 36 મીટર કેબલ હોવાનું જણાયું હતું. એટલે કે 524 મીટર કેબલ ગાયબ હતો.

આ ઉપરાંત સ્ટોરમાંથી જૂનું વેલ્ડિંગ મશીન અને ગેસ કટીંગ ટોર્ચ નોઝલ પણ ગાયબ જણાયા હતા. કંપનીના રિએકટર ઓફ સિક્સ હાઈ મિલ કેપેસિટર બેંક યાર્ડ તરફનો વાયર પણ કાપેલો મળી આવ્યો હતો.

કંપનીના સિક્યુરિટી સ્ટાફની પૂછપરછ અને આંતરિક તપાસ છતાં ચોરી અંગે કોઈ ફળદાયી માહિતી મળી નહોતી. અંતે મેનેજમેન્ટની સૂચનાથી જનરલ મેનેજરે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ચોરો કંપનીની સુરક્ષા વ્યવસ્થાને ચકમો આપી વિશાળ જથ્થામાં કોપર કેબલ કેવી રીતે બહાર લઈ ગયા તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.


Share

Related posts

ટીવી કલાકારો સોરાબ બેદી અને અમી ગિલ નવા પાર્ટી ટ્રેક સાથે આવી રહ્યા છે, ‘લગદા નહીં’ – પોસ્ટર રિલીઝ

ProudOfGujarat

ગુજરાત રાજ્યના ઓપરેશન હેડ ડોક્ટર મુકેશ ચાવડા એ ભરૂચ જિલ્લાની લીધી મુલાકાત.

ProudOfGujarat

માંગરોલ તાલુકામાં બારડોલી ડિવિઝન અને સુરત સર્કલની વિજિલન્સ ટીમો દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!