Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજ GACL ચોકડી પાસે સાઇકલ સવારને ટ્રકની ટક્કર : પાછળથી ધસી આવેલા કેપ્સ્યુલ ટ્રકે સાઇકલને અડફેટે લેતા 40 વર્ષીયને ગંભીર ઇજાઓ : અજાણ્યો ટ્રકચાલક અકસ્માત બાદ ફરાર

Share

 

ભરૂચ :

Advertisement

દહેજની મહારાજ કોલોનીથી GACL ચોકડી તરફ સાઇકલ પર નોકરીએ જઈ રહેલા 40 વર્ષીય ખાનગી કંપનીના કર્મચારીને પાછળથી આવેલા અજાણ્યા કેપ્સ્યુલ ટ્રકે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્તને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે અજાણ્યા ટ્રકચાલક સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

છત્તીસગઢના કવર્ધા જિલ્લાના મૂળ વતની અને હાલ દહેજની મહારાજ કોલોનીમાં રહેતા સુરેશભાઈ લખનભાઈ ધ્રુવે GACL ચોકડી ખાતે આવેલી સિસકો કંપનીમાં ખાનગી નોકરી કરે છે. ગત તા.23 સપ્ટેમ્બરની રાત્રે આશરે 8:30 વાગ્યે તેઓ જમ્યા બાદ પોતાના રૂમેથી સાઇકલ લઈને GACL ચોકડી ખાતે આવેલી કંપનીમાં નોકરી માટે નીકળ્યા હતા.દરમિયાન રાત્રે આશરે 9 વાગ્યાના સુમારે તેઓ GACL ચોકડી નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂરઝડપે આવી રહેલા એક કેપ્સ્યુલ ટ્રકના ચાલકે હંકારી લાવી તેમની સાઇકલને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર થતાં સુરેશભાઈ રસ્તા પર પટકાયા હતા અને તેમને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.અકસ્મતની જાણ થતાં સાથે રહેતા શિવકીર્તને તેમના મિત્ર યાદુરામને ફોન કર્યો હતો. ત્યારબાદ યાદુરામ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ઇજાગ્રસ્ત સુરેશભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ફરજ પરના તબીબે સારવાર શરૂ કર્યા બાદ રાત્રે 11:46 વાગ્યે તેમને ICU વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. સુરેશભાઈને ડાબા હાથ ઉપરાંત બગલની નીચે તથા ડાબા પડખાના અંદરના ભાગે ઇજાઓ થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો ટ્રકચાલક સ્થળ પરથી ટ્રક સાથે ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે ફરાર ટ્રકચાલકની શોધખોળ તથા અકસ્માતની તપાસ શરૂ કરી છે.


Share

Related posts

ક્રેડાઇ ભરૂચ રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ગુજરાત દ્વારા દિવાળી સ્નેહમિલન સમારોહ યોજાયો…

ProudOfGujarat

ભરૂચના સુપરમાર્કેટમાં રેહણાંક મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે એક આરોપી ઝડપાયો …

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના મુલદ ચોકડીથી ટોલ નાકા વચ્ચે અકસ્માતમાં બે ને ઇજા એકનુ મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!