Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા : જીતનગર ખાતે આવેલ જેલમાં 50 બંદીવાનોને કોરોના વેક્સીનનો બીજો ડોઝ અપાયો.

Share

જીતનગર ખાતે આવેલ રાજપીપલા જિલ્લા જેલમાં 50 બંદીવાનોને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. સમગ્ર વિશ્વમાં ફેલાયેલ કોરોના વાયરસથી જેલના બંદિવાનો સંક્રમિત ન થાય તેના ભાગરૂપે અધિક પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહિવટની કચેરી, અમદાવાદના ડો. કે.એલ.એન.રાવ તથા પોલીસ મહાનિરીક્ષક (જેલ) =ડો.એસ.કે.ગઢવીના સીધા માર્ગદર્શન હેઠળ તા.૧૫-૦૭-૨૦૧૧ ના રોજ રાજપીપળાના જીલ્લા આરોગ્ય અધિકારી વિપુલભાઇ ગામીતની સુચના અન્વયે આરોગ્ય અધિકારી મેધાબેન જોષી દ્રારા બંદિવાનોની તબીબી ચકાસણી કરી ૫૦(પચાસ) બંદિવાનોને કોવીશીલ્ડ વેકસીનનો બીજો ડોઝઆપવામાં આવ્યો હતો. ઇ.ચા.અધિક્ષક એલ.એમ.બારમેરાએ જણાવ્યું હતું પ્રથમ ડોઝ લીધા પછી બીજો ડોઝ પણ બંદીવાન ભાઈઓએ લઈ લીધી છે. બંદીવાનના સ્વાસ્થ્યની પૂરતી કાળજી રાખવામાં આવે છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ભરૂચ ખાતે ડો. બાબાસાહેબ આંબેડકર યુવા ઉત્થાન સમિતિ દ્વારા મહિલા દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

પાલેજ ખાતે આવેલ મદરસ એ મુઇનુલ ઈસ્લામ નો વાર્ષિક જલસાનો પ્રોગ્રામ યોજાયો…

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં સાંસદ અને ઝધડીયાનાં ધારાસભ્ય છોટુ વસાવા આમને સામને.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!