Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ

Share

 

ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભારતના ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ તેમજ તેમની સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ સાથે ભરૂચ કલેક્ટર કચેરી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના જિલ્લા પ્રમુખ, શહેર પ્રમુખ સહિતના આગેવાનો અને કાર્યકરો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.

Advertisement

વિરોધ બાદ કોંગ્રેસના આગેવાનો જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા માટે આગળ વધતાં પોલીસે તેમને અટકાવી ડિટેઇન કર્યા હતા. આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થતાં સ્થળ પર થોડા સમય માટે તંગદિલીભર્યું વાતાવરણ સર્જાયું હતું.

કોંગ્રેસના નેતાઓના જણાવ્યા મુજબ, જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો અને કાર્યકરોને પોલીસે અટકાવી ધરપકડ કરી હતી. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસની કામગીરી સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સ્વ. અહેમદ પટેલના પુત્રી મુમતાજ પટેલે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, “કાર્યકરોની ધરપકડ કરવા માટે કેટલાક પોલીસ કર્મચારીઓ નંબર પ્લેટ વિનાના વાહનો સાથે ખાખી વર્દીમાં અને કેટલાક વર્દી વિના દોડી આવ્યા હતા.”

તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, “બંધારણે દરેક નાગરિકને પોતાની રજૂઆત કરવાનો અધિકાર આપ્યો છે. પરંતુ સરકારના દબાણ હેઠળ કામ કરી રહેલી પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરોના આ અધિકારનું દમન કરવામાં આવ્યું છે.”

વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી ઝપાઝપી અને કોંગ્રેસના આગેવાનોની અટકાયતને પગલે કલેક્ટર કચેરી પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. કોંગ્રેસે સમગ્ર ઘટનાને લઈને પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા હતા.


Share

Related posts

ભરૂચ SOG એ નશીલા પદાર્થનો મોટો જથ્થો ઝડપી પાડ્યો, રૂ.1. 57 કરોડનો ગાંજાનો જથ્થો લકઝરી બસમાં હેરફેર કરવાના કૌભાંડનો પર્દાફાશ

ProudOfGujarat

ગુજરાત ચૂંટણી 2022 : કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી, સોનિયા, ખડગે સહિતના આ નેતાઓને સ્થાન મળ્યું.

ProudOfGujarat

ભરૂચના ત્રણ કુવા ફાટક પાસે જુગાર રમતાં ત્રણ જબ્બે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!