ભરૂચ:
વડોદરા મંડળના સુરત–વડોદરા સેક્શનમાં ઉત્રાણ રેલવે સ્ટેશનને સેટેલાઇટ સ્ટેશન તરીકે વિકસાવવાની દિશામાં યાર્ડ રિમોડેલિંગ તથા નવી ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ (EI) સિસ્ટમ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. આ કામગીરી તા. 28 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર 2026 સુધી ચાલશે.
કામગીરીના ભાગરૂપે ઉત્રાણ સ્ટેશનના ડાઉન પ્લેટફોર્મને કામચલાઉ ધોરણે ડિસ્મેન્ટલ કરવામાં આવશે. મુસાફરોની સુરક્ષા અને ટ્રેન સંચાલનની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ સમયગાળા દરમિયાન ઉત્રાણ સ્ટેશન પર 6 ટ્રેનોનું સ્ટોપેજ અસ્થાયી ધોરણે બંધ રહેશે.
રેલવે પ્રશાસને મુસાફરોને અપીલ કરી છે કે 28 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર દરમિયાન મુસાફરીનું આયોજન કરતી વખતે ઉત્રાણ સ્ટેશન પર ઉપરોક્ત ટ્રેનોનું સ્ટોપેજ નહીં હોય તે બાબતનું ધ્યાન રાખે. જરૂરિયાત મુજબ મુસાફરો નજીકના અન્ય સ્ટેશનો પરથી મુસાફરીનું આયોજન કરી શકશે.
ઉત્રાણ સ્ટેશનને સેટેલાઇટ સ્ટેશન તરીકે વિકસાવવાની સાથે યાર્ડ રિમોડેલિંગ અને નવી EI સિસ્ટમની કામગીરી પૂર્ણ થયા બાદ સ્ટેશનની સંચાલન ક્ષમતા વધશે. સાથે જ રેલવે ટ્રાફિકનું સંચાલન વધુ કાર્યક્ષમ બનવાની તથા ભવિષ્યની ટ્રાફિક જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદ મળવાની અપેક્ષા છે.
આ 6 ટ્રેનોનું ઉત્રાણ ખાતે સ્ટોપેજ નહીં રહે 59049 વલસાડ–વડોદરા પેસેન્જર 19101 વિરાર–ભરૂચ એક્સપ્રેસ 69109 સુરત–વડોદરા મેમુ 69111 સુરત–વડોદરા મેમુ 69171 સુરત–ભરૂચ મેમુ 19417 બોરીવલી–વટવા એક્સપ્રેસ
