ભરૂચ :
Advertisement
‘બોલ સે ભરૂચ, પુછ સે ભરૂચ’ દ્વારા આયોજિત ‘સનાતન ગણેશ મહોત્સવ-2026’ અંતર્ગત બેસ્ટ ડેકોરેશન સ્પર્ધામાં અયોધ્યાનગર યુવાશક્તિ મંડળ, ભરૂચના ‘અયોધ્યાના મહારાજા’ને પાંચમો ક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
આ સિદ્ધિ બદલ અંગારકી ચોથના પાવન અવસરે અયોધ્યાનગર યુવાશક્તિ મંડળ દ્વારા ગણેશજીના ચરણોમાં વિજેતા ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી. ગણેશજીની આરાધના સાથે ટ્રોફી અર્પણ કરી મંડળના સભ્યો દ્વારા આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
બેસ્ટ ડેકોરેશન સ્પર્ધામાં પાંચમો ક્રમ પ્રાપ્ત થતાં અયોધ્યાનગર યુવાશક્તિ મંડળના કાર્યકરો અને ભક્તોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. મંડળ દ્વારા આગામી વર્ષોમાં પણ વધુ સુંદર અને ભવ્ય આયોજન કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
