Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ એસઓજીના હે.કો.ને જિલ્લામાં પ્રથમાવાર હેરોઈન પકડવા બદલ પોલીસ મહાનિરીક્ષકનું પ્રશસ્તિપત્ર અપાયું :  હેકો સુરેશ વણઝારાએ અંક્લેશ્વરમાંથી પ્રથમવાર ૫૮.૧૧ ગ્રામ હેરોઈનનો જથ્થો ઝડપી પાડયો હતો

Share

 

। ભરૂચ ।

Advertisement

ભરૂચ જિલ્લામાં પ્રથમવાર ગેરકાયદેસર હેરોઈન ડ્રગ્સ ઝડપી પાડવાની મહત્વપૂર્ણ કામગીરીમાં ચોક્કસ અને સચોટ બાતમી મેળવી સફળ ઓપરેશન પાર પાડનાર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ના હેડ કોન્સ્ટેબલ સુરેશ રામસિંગભાઈ વણઝારા (બ.નં. ૫૯૦) ને પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ દ્વારા પ્રશસ્તિ પત્ર આપી બરદાવવામાં આવ્યાં છે.

પ્રશસ્તિ પત્રમાં જણાવ્યા મુજબ ૧૪મી જાન્યુઆરી ૨૦૨૬ના રોજ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈએ હ્યુમનસોર્સના આધારે ચોક્કસ બાતમી મેળવી હતી. બાતમીના આધારે અંકલેશ્વરના આદર્શનગર વિસ્તારમાં કાર્યવાહી કરી બે આરોપીઓને ઝડપી પાડ્યાં હતાં. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી ભરૂચ જિલ્લામાં પ્રથમવખત ગેરકાયદેસર હેરોઈન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અંદાજે ૧૧.૯૨ લાખની મત્તાનું કુલ ૫૮.૧૧ ગ્રામ હેરોઈન તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ ૧૧.૭૨ લાખનો મુદ્દામ્જાલ જપ્ત કર્યહતો.

ટીમે ઘટનાને પગલે અંકલેશ્વર બી ડીવિઝન પોલીસ મથકે એનડીપીએસ એક્ટ ૧૯૮૫ની કલમ ૮(સી), ૨૧(ભી),૧૮(સી) તેમજ ૨૯ મુજબ બન્ને વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ત્યારે સમગ્ર કામગીરીમાં મહત્વની ભુમિકા ભજવનાર હેડકોન્સ્ટેબલ સુરેશભાઈ વણઝારાની કામગીરીની નોંધ લઈ વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ આઈપીએસ) દ્વારા પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યું હતું. ભરૂચના એસપી અક્ષયરાજ મકવાણાના હસ્તે તેમને તેમનું પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.


Share

Related posts

ઉમરપાડાના રાણીકુંડ ગામ પાસે જોખમી ટર્નિંગમા કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલ્ટી જતાં બે નાં મોત.

ProudOfGujarat

નડિયાદ : પક્ષીઓના હિતને ધ્યાનમાં રાખતા ફસાયેલી પંતગની દોરીનો નિકાલ કરાયો.

ProudOfGujarat

ઝઘડીયા કારંટા રૂટ પર મીની બસને બદલે મોટી બસ ફાળવવા મુસાફર જનતાની માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!