Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પી.આઈ. આર.એમ. વસાવાને ભાવભીની વિદાય, નવા પી.આઈ. કે.ડી. માંગરોલિયાનું સ્વાગત

Share

ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે વિદાય અને આવકાર સમારંભ યોજાયો

 

Advertisement

ભરૂચ:

ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક ખાતે પી.આઈ. આર.એમ. વસાવાનો વિદાય સમારંભ તેમજ નવા પી.આઈ. કે.ડી. માંગરોલિયાનો આવકાર સમારંભ યોજાયો હતો. એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા પી.આઈ. આર.એમ. વસાવાને યાદગાર અને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.

પી.આઈ. આર.એમ. વસાવાની બદલી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવતા તેમના સન્માનમાં એ ડિવિઝન પોલીસ મથક ખાતે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસ સ્ટાફે તેમની સાથેના કાર્યકાળ દરમિયાનની કામગીરી અને યાદોને વાગોળી તેમને આગામી ફરજ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

દરમિયાન, આર.એમ. વસાવાના સ્થાને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.ડી. માંગરોલિયાને ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. નવા પી.આઈ. તરીકે ચાર્જ સંભાળનાર કે.ડી. માંગરોલિયાનું એ ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

સમારંભ દરમિયાન સ્ટાફ દ્વારા પી.આઈ. આર.એમ. વસાવાને સ્મરણો સાથે વિદાય આપવામાં આવી હતી. સાથે જ નવા પી.આઈ. કે.ડી. માંગરોલિયાના નેતૃત્વમાં એ ડિવિઝન પોલીસ મથકની કામગીરી વધુ અસરકારક અને સુદૃઢ બને તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.


Share

Related posts

માંગરોળ : કોસાડી ગામે વેચેલી પીકઅપ ગાડીના લોન હપ્તા નહીં ભરવા બાબતે પૂછપરછ કરતી મહિલાને વાળ પકડી ચાર ઈસમોએ ઢોર માર માર્યો.

ProudOfGujarat

વડોદરા : જિલ્લા સેવા સદન કચેરી ખાતે ચૂંટણી અંગે બેઠક યોજાઇ.

ProudOfGujarat

નેત્રંગનાં બલદવા, પીંગોટ અને ધોલી ડેમની કેનાલને નવીનીકરણ કરવા ખેડુતોની માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!