Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં ‘સાયબર જાગૃતિ રથ’નો પ્રારંભ : અંતરિયાળ ગામડાં, શાળા-કોલેજોમાં પહોંચીને લોકોને સાયબર છેતરપિંડીથી બચવા કરાશે જાગૃત

Share

 

ભરૂચ :

Advertisement

આજના ડિજિટલ યુગમાં સાયબર ક્રાઈમના વધતા બનાવો સામે લોકોને જાગૃત કરવા તેમજ પોલીસ અને પ્રજા વચ્ચેનો સંપર્ક વધુ સુદૃઢ બનાવવાના ઉદ્દેશ સાથે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. સાયબર પોલીસ સ્ટેશન, ભરૂચ અને SRF ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરાયેલા ખાસ *‘સાયબર જાગૃતિ રથ’*ને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ એસપી કચેરી ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે મીડિયા સાથે વાતચીત કરતાં જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં સાયબર ક્રાઈમના બનાવો પર અંકુશ મેળવવા માટે સાયબર અવેરનેસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ખાસ તૈયાર કરાયેલ આ વાન જિલ્લાના વિવિધ અંતરિયાળ ગામડાંઓ, શાળાઓ અને કોલેજોમાં જઈને સતત સાયબર જાગૃતિ કાર્યક્રમો યોજશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વાનની વિશેષતા એ છે કે તેમાં બાળકો, વડીલો તેમજ સામાન્ય નાગરિકોને બેસાડીને સરળતાથી સાયબર સુરક્ષા અંગેની માહિતી આપી શકાય તેવી સુવિધા ઉપલબ્ધ છે. વાનમાં વિડિયો તેમજ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો દ્વારા સાયબર ઠગો દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રકારની છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી સમજાવવામાં આવશે. સાથે જ સાયબર ફ્રોડથી બચવા માટે જરૂરી સાવચેતી અને સુરક્ષાના ઉપાયો અંગે પણ લોકોને માહિતગાર કરવામાં આવશે.

આ પહેલનો મુખ્ય હેતુ લોકોને સાયબર ગુનાઓ અંગે વધુ જાગૃત બનાવીને તેઓ છેતરપિંડીનો ભોગ ન બને તે સુનિશ્ચિત કરવાનો તેમજ જિલ્લામાં સાયબર ગુનાઓમાં ઘટાડો લાવવાનો છે.

આ સામાજિક પહેલમાં SRF કંપની દ્વારા સાયબર જાગૃતિ રથની સુવિધા સહિત સંપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો છે. સમગ્ર ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સાયબર જાગૃતિ અભિયાન પૂર્ણ ન થાય ત્યાં સુધી આ રથ કાર્યરત રહેશે તેવી ખાતરી પણ વ્યક્ત કરવામાં આવી છે.

પોલીસ દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે કોઈપણ અજાણી લિંક પર ક્લિક ન કરવું, અજાણ્યા વ્યક્તિ સાથે બેંકની વિગતો અથવા OTP શેર ન કરવો. જો કોઈ વ્યક્તિ સાયબર છેતરપિંડીનો ભોગ બને તો તાત્કાલિક સાયબર હેલ્પલાઈન 1930 પર સંપર્ક કરવો અથવા નજીકના સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.

આ પ્રસંગે હેડક્વાર્ટર્સ ડીવાયએસપી એન.એન. ગાંગુલી, શહેર ડીવાયએસપી સી.કે. પટેલ, દહેજ ડીવાયએસપી ડો. અનિલ સીસારા, સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ કે.ડી. માંગરોલિયા, SRF કંપનીના HR સ્ટાફ સહિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

ઈન્ટરનેટનો સદ ઉપયોગ કેવી રીતે કરવો એ નર્મદાના આ આદિવાસી યુવાન પાસેથી શીખવા જેવો છે.વાંચો એહવાલ…

ProudOfGujarat

ભરૂચ : રાજપારડીમાં BTP નાં હોદ્દેદારો સામે મારામારીનાં મુદ્દે થયેલી ફરિયાદનાં વિરોધમાં બીટીપી અને બીટીએસ દ્વારા વળતો આક્ષેપ કરી જિલ્લા કલેકટરને આવેદન આપ્યું.

ProudOfGujarat

નડિયાદ : વસોના પલાણમાં યુવાન પર જ્વલનશીલ પ્રવાહી ફેંકનાર પાડોશી શખ્સ નીકળ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!