Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે ગાંધી-શાસ્ત્રીને શ્રદ્ધાંજલી : જન્મજયંતિ નિમિત્તે યોજાયેલાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા

Share

 

। ભરૂચ ।

Advertisement

ભરૂચ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે શુક્રવારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલી કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી બન્ને મહાનુભવોને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. આ પ્રસંગે સુરેશ મહેતા તેમજ નટુભાઈ પરમારે મહાત્માગાંધીજીના જીવનચરિત્ર અને તેમના વિચારો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ગાંધીજીના સત્ય, અહિંસા અને સાદગીના સિદ્ધાંતો તેમજ દેશની આઝાદીની લડતમાં તેમના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. વક્તાઓએ ગાંધીજી તથા લાલ બહાદુર શાસ્ત્રીના જીવનના પ્રેરણાદાયી પ્રસંગો અંગે વાત કરી હતી. ઉપસ્થિત કાર્યકરોએ બન્ને મહાનુભવોના આદર્શો અને જીવનમૂલ્યોને પોતાના જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત કાર્યકરોએ મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીના રાષ્ટનિર્માણમાં યોગદાનને યાદ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.


Share

Related posts

મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલવે પ્રોજેકટ ની ભરૂચ ના આંબેડકર હોલ ખાતે યોજાયેલ દ્વિતીય સહભાગી પરામર્શ મિટિંગ નો અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા ભારે હોબાળો મચાવી મીટીંગ નો વિરોધ કરાયો હતો. ..

ProudOfGujarat

બુધેલ ચોકડી નજીક ટ્રક ચાલક ને મરણતોલ અસંખ્ય છરી ના તથા ડીસમીસ ના ઘા મારી ગંભીરઇજા કરી લુટ ચલાવનાર ગીરગઢડા પંથક ના બે ઇસમોને ઝડપી ગુનામા વાપરેલ હથીયાર તથા લુટ ના અસલ મુદામાલ સાથે ગણતરી ની કલાક મા ઝડપી અનડીટેકટ ગુનાનો ભેદ ઉકેલતી વરતેજ પોલીસ.

ProudOfGujarat

પીએનડીટી એક્ટના ભંગ બદલ વિરમગામના શિવમ હોસ્પિટલમાંથી ૨ સોનોગ્રાફી મશીન સીલ કરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!