Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ટ્રિપલ મર્ડર કેસમાં આરોપી દંપતીના 7-7 દિવસના રિમાન્ડ મંજૂર :  2022ના ચકચારી હત્યા કેસમાં કોસંબા પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા :  સગી માતા, પત્નીની બહેન અને દાદીની તકિયાથી દબાવી હત્યા કર્યાનો આક્ષેપ

Share

 

વાંકલ :

Advertisement

સુરત જિલ્લાના કોસંબાના વડ ફળિયામાં વાડાના કૉંક્રિટ બ્લોકમાંથી દાદી સાસુનું હાડપિંજર મળી આવતાં ચકચારી સિરિયલ કિલિંગનો પર્દાફાશ થયો છે. આ મામલે મુખ્ય આરોપી માધવદાસ સાધુ અને તેની પત્ની ઉર્મિલા ઉર્ફે જયાના 7 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર થયા છે. રિમાન્ડના બીજા જ દિવસે પોલીસે મહિલા આરોપીને સાથે રાખી ઘટનાસ્થળે પહોંચી ક્રાઈમ સીન રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું.

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, વર્ષ 2022 દરમિયાન આરોપી દંપતીએ આશરે 8 મહિનાના સમયગાળામાં પરિવારની ત્રણ મહિલાઓની હત્યા કરી હોવાનો આક્ષેપ છે. બીમાર અને અસહાય સ્વજનોની સેવા કરવામાં કંટાળી આરોપીઓએ મહિલાઓની ઓશીકું દબાવી હત્યા કરી હોવાની તપાસમાં વિગતો સામે આવી છે.

હત્યા બાદ મૃતદેહો કોઈના ધ્યાનમાં ન આવે તે માટે ઘરના વાડામાં સિમેન્ટ-કૉંક્રિટનું પાકું બાંધકામ કરી મૃતદેહોને છુપાવી દીધા હોવાનો પોલીસનો દાવો છે. વાડાના કૉંક્રિટ બ્લોકમાંથી દાદી સાસુનું હાડપિંજર મળી આવતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

માંગરોળ કોર્ટે બંને આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. દરમિયાન પોલીસે મહિલા આરોપીની હાજરીમાં ઘટનાસ્થળે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. બીજી તરફ માધવદાસને તેની પત્નીના 9 મહિનાથી રહસ્યમય રીતે ગાયબ રહેવા અંગે શંકા હતી અને પત્નીના ગાયબ થવા પાછળ ફોઈસાસુના દીકરા અફઝલનો હાથ હોવાની તેને શંકા હતી. હવે ઉર્મિલા ઝડપાતા તેના 9 મહિનાથી ગાયબ રહેવા પાછળનું રહસ્ય પણ તપાસમાં બહાર આવે તેવી શક્યતા છે. હાલમાં કોસંબા પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.


Share

Related posts

ઝઘડીયા તાલુકા ભારતીય જનતા પાર્ટીના વિવિધ મોરચાઓના હોદ્દેદારો નિમાયા.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના ધોલી ડેમ પાસે વહેતી ખાડીમાં જાંબોલીની મહિલા તણાઇ.

ProudOfGujarat

ભરૂચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો શંખનાદ: 348 બેઠકો માટે 10.86 લાખ મતદારો મતદાન કરશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!