Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નેત્રંગમાં નશાબંધી સપ્તાહ-2026નો પ્રારંભ :  1800 જેટલા વિદ્યાર્થીઓએ નશામુક્તિ, સ્વચ્છતા અને વૃક્ષારોપણના સંદેશ સાથે રેલીમાં ભાગ લીધો   : વ્યસનમુક્તિ અંગે ફિલ્મ દર્શાવાઈ, તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું

Share

 

નેત્રંગ :

Advertisement

નશામુક્ત સમાજના નિર્માણ અને યુવા પેઢીમાં વ્યસન સામે જાગૃતિ લાવવાના હેતુથી જિલ્લા નશાબંધી અને આબકારી વિભાગ, ભરૂચ દ્વારા નશાબંધી સપ્તાહ-2026ના ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન નેત્રંગ તાલુકાના થવા ગામે આવેલી એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આશરે 1800 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કાર્યક્રમમાં ઝઘડિયા વિભાગના ASP અજયકુમાર મીણા (IPS), જિલ્લા નશાબંધી અને આબકારી અધિક્ષક ભાવિન ચોલેરા, સંસ્થાના સંસ્થાપક માનસિંહ દાદા, પૂર્વ સંયુક્ત સચિવ અને ગાંધી વિચારક ડંકેશભાઈ ઓઝા, બ્રહ્માકુમારી સુનિતાબેન, બ્રહ્માકુમારી ઉર્મીલાબેન તથા SOG ભરૂચના PSI બી.એસ. સેલાણા સહિતના મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

દીપ પ્રાગટ્ય બાદ પ્રાર્થના અને વિદ્યાર્થીઓ દ્વારા મહાત્મા ગાંધીજીનું પ્રિય ભજન ‘વૈષ્ણવજન’ રજૂ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ ‘નશામુક્ત ભારત અભિયાન’ અંતર્ગત વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકસાન તથા નશામુક્ત જીવનના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. શાળાના તેજસ્વી તારલાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

વિદ્યાર્થીઓમાં વ્યસન સામે જાગૃતિ આવે તે માટે વ્યસનમુક્તિ અંગેની ટૂંકી ફિલ્મ પ્રોજેક્ટર મારફતે દર્શાવવામાં આવી હતી. ત્યારબાદ રાષ્ટ્રગીતના ગાન બાદ શાળા કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ‘સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત શાળાના પ્રાંગણ તેમજ આસપાસના રસ્તાઓની સાફ-સફાઈ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે નશાબંધીના સૂત્રોચ્ચાર સાથે જાગૃતિ રેલીને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. નશામુક્ત સમાજ અને સ્વસ્થ યુવા પેઢીનો સંદેશ આપતી આ સમગ્ર પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.


Share

Related posts

આમોદ નગરપાલિકા દવારા માં હાલ પ્લાસ્ટિક મુક્ત આમોદ બને તેવી જુંબેશ ચાલુ કરાઇ

ProudOfGujarat

ભરૂચ : વોર્ડ નં.10 ના પેન્ડિંગ કાર્યો સત્વરે શરૂ કરવા નગરપાલિકા સમક્ષ રજૂઆત..

ProudOfGujarat

વેપારીઓ માટે રાહતનાં સમાચાર : રાજ્યમાં આવતીકાલથી મિનિ લોકડાઉનમાં આંશિક છૂટછાટ : મુખ્યમંત્રી વિજ્ય રૂપાણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!