Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ તેમજ શુકલતીર્થ ગાયત્રી પરિવાર ના ઉપક્રમે દ્વારા શ્રી મનીષાનંદ આશ્રમ- આંગરેશ્વર મુકામે સામૂહિક પિતૃતર્પણ કાર્યક્રમ સંપન્ન: 270 થી વધુ લોકો જોડાયા

Share

ભરૂચ:

ભરૂચ જિલ્લા ગાયત્રી પરિવાર તેમજ શુકલતીર્થ ગાયત્રી પરિવારના સંયુક્ત ઉપક્રમે સંવત 2082 ના ભાદરવા વદ- નોમ , રવિવાર (04-ઓક્ટોબર) ના રોજ આંગરેશ્વર / શુકલતીર્થ ક્ષેત્રના શ્રી મનીષાનંદ આશ્રમ મુકામે સાહજિક અને ભાવપૂર્ણ વાતાવરણમાં સાહૂહિક પિતૃ તર્પણ કાર્યક્રમ યોજાયો હતો. દર વર્ષે યોજાતા આ તર્પણ કાર્યક્રમમાં આ વર્ષે ૩oo થી વધુ શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ૩ કલાક સુધી ચાલેલી તર્પણ વિધિ દરમિયાન ઉપસ્થિત પરિજનોએ તર્પણ અને પિંડ દાન કરીને પોતાના પિતૃઓ, પૂર્વજો, શહીદો, અકાળે મૃત્યુ પામેલા પરિવારના સભ્યો અને મહાપુરુષોને યાદ કરી અતિ ભવ સંવેદના સાથે ભગ્ન હૃદયે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. શુક્લતીર્થ મુકામે યોજાતો આ કાર્યક્રમ છેલ્લા ચાર વર્ષથી શ્રી મનીષાનંદજી- આંગરેશ્વર આશ્રમ ખાતે યોજવાવામાં આવી રહ્યો છે.આશ્રમ ખાતે સારી સગવડતા ઉપલબ્ધ થતાં સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો હતો. પિતૃ તર્પણ માટે આસપાસના ગામો તેમજ ભરૂચ શહેર અને અમદાવાદ વડોદરા થી પણ પરિજન ભી બહેનોએ અત્રે ઉપસ્થિત રહી ભાવપૂર્વક પિતૃઓને સ્મરણાંજલિ અર્પિત કરી હતી. આ પ્રસંગે અમદાવાદ ગાયત્રી પરિવારના પરિજન અને તેમની પ્રવિણભાઈ અને તેમની વાદ્ય સંગીત ટીમ સાથે શાસ્ત્રોક્ત રીતે તર્પણ વિધિની સમજણ પૂરી પાડવામાં આવી હતી. ભરૂચ જિલ્લા ગાયત્રી પરિવારના ભાઈઓ-બહેનોએ સાહૂહિક તર્પણ વિધિમાં પૂજા સામગ્રી પહોંચાડવાની અને સેવા પૂરી પાડવાની મહત્વની ભૂમિકા ભજવી હતી. આશ્રમના ટ્રસ્ટી શ્રી છબીલદાસજી એ દીપ પ્રાગટ્ય કરીને સાહૂહિક તર્પણ કાર્યક્રમની વિધિવત શરૂઆત કરવામાં આવી હતી. ગાયત્રી પરિવાર, મનીષાનંદ આશ્રમ તેમજ અંગારેશ્વર ગામના લોકોએ સરાહનીય સહકાર આપી ઉમદા સેવાકીય દ્રષ્ટિકોણ રજૂ કર્યો હતો.

Advertisement

Share

Related posts

ડેડીયાપાડામાં બેંક ઓફ બરોડાનું નેટવર્ક ન હોવાથી અનેક ખાતેદારોને હાલાકી.

ProudOfGujarat

સુરતના હિન્દુસેનાને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી.

ProudOfGujarat

રૂ. 40 લાખના ડિજિટલ અરેસ્ટ સાયબર ફ્રોડ કેસમાં એક વર્ષથી ફરાર આરોપી અમદાવાદથી ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!