Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝઘડિયામાં બાળકી પર દીપડાના હુમલા બાદ ભરૂચ શહેરમાં પણ દીપડાની દહેશત :  સંજાલી ગામે બકરા ચરાવવા ગયેલી 11 વર્ષીય બાળકી પર હુમલો; જૂના ભરૂચમાં રાત્રે દીપડો દેખાયો

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ જિલ્લામાં દીપડાની દહેશત વચ્ચે ઝઘડિયાના સંજાલી ગામે બકરા ચરાવવા ગયેલી 11 વર્ષીય બાળકી પર દીપડાએ હુમલો કરતાં ચકચાર મચી છે. ઘટનાને પગલે ગ્રામ્ય વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.

આ ઘટનાના બીજા જ દિવસે ભરૂચ શહેરના જૂના ભરૂચ વિસ્તારમાં નર્મદા નદી કિનારે આવેલા ભાગકોટ ઓવારા અને ઝુલેલાલ મંદિર નજીક રાત્રિના આશરે 1:30 વાગ્યે દીપડો દેખાયો હોવાની માહિતી સામે આવી હતી. શહેરના રહેણાંક વિસ્તાર નજીક દીપડાની હાજરીથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે.

ઉલ્લેખનીય છે કે ભરૂચ તાલુકાની પૂર્વપટ્ટીના શુકલતીર્થ, નિકોરા અને તવરા સહિતના ગામોમાં અગાઉ પણ દીપડો દેખાવાની ઘટનાઓ બની છે અને વન વિભાગે દીપડા પકડ્યા પણ છે. હવે બાળકી પર હુમલા બાદ શહેરી વિસ્તારમાં પણ દીપડો દેખાતા લોકોની સુરક્ષાને લઈને ચિંતા વધી છે.


Share

Related posts

વિધવા હિન્દુ પુત્રવધુનો મુસ્લિમ સસરો શારીરિક છેડછાડ કરતો હોવાનો આક્ષેપ 

ProudOfGujarat

ભરુચ જીલ્લાનાં ઝગડીયા તાલુકામાં આવેલ રાજપારડીનાં જી.એમ.ડી.સી. ના લીગનાઈટમાં કોલસા ભરતી વખતે જે.સી.બી માં આગ લાગી જતાં દોડધામ મચી હતી.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં સગીરાને ભગાડી જવા બાબતે યુવક અને તેના માતા પિતા વિરુદ્ધ ફરિયાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!