ભરૂચ :
નેપાળમાં યોજાયેલી WRPF World Cup Powerlifting Championship 2026માં કુલ 17 મેડલ જીતીને ભરૂચ, ગુજરાત અને દેશનું નામ રોશન કરનાર RS Fitness Powerlifting Teamના ખેલાડીઓનું 17મી ઓક્ટોબરના રોજ ભરૂચમાં સન્માન કરવામાં આવ્યું હતું. ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિતના આગેવાનોએ વિજેતા ખેલાડીઓને સન્માનિત કરી તેમની સિદ્ધિને બિરદાવી હતી.
નેપાળમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં RS Fitnessના યામિની સોલંકી, આદિત્ય શુક્લા, સારંગ વાઘમોડે અને અમૃત નિરુખેએ ભાગ લીધો હતો. ચારેય ખેલાડીઓએ સ્ક્વોટ, બેન્ચ પ્રેસ અને ડેડલિફ્ટ જેવી સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને કુલ 17 મેડલ હાંસલ કર્યા હતા.
કોચ હર્ષિલ પટેલના માર્ગદર્શન હેઠળ ખેલાડીઓએ નિયમિત તાલીમ, શિસ્ત અને સખત મહેનતના બળે આ આંતરરાષ્ટ્રીય સફળતા મેળવી હતી. ખેલાડીઓની આ સિદ્ધિથી ભરૂચના રમતગમત ક્ષેત્રમાં ગૌરવની લાગણી ફેલાઈ છે.
સન્માન કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિતના આગેવાનોએ ખેલાડીઓને અભિનંદન પાઠવી તેમની સિદ્ધિને બિરદાવી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે ભરૂચનું નામ રોશન કરનાર ખેલાડીઓ ભવિષ્યમાં પણ વધુ ઊંચાઈઓ સર કરે અને દેશનું ગૌરવ વધારે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આ સિદ્ધિમાં કોચ હર્ષિલ પટેલનું માર્ગદર્શન, ખેલાડીઓની મહેનત અને પરિવારજનોનો સહયોગ મહત્ત્વપૂર્ણ રહ્યો હોવાનું જણાવાયું હતું. ખેલાડીઓનું સન્માન અન્ય યુવા ખેલાડીઓને પણ પાવરલિફ્ટિંગ સહિતની રમતોમાં આગળ વધવા માટે પ્રેરણા પૂરી પાડશે.
