Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ ઝાડેશ્વર ઓવરબ્રિજના સર્વિસ રોડ પર ઉભેલા ડમ્પર પાછળ આઇસર ઘૂસી જતાં ડ્રાઇવરનું મોત : બ્રેક ફેલ થતાં ડમ્પર સર્વિસ રોડ પર રિફ્લેક્ટર કે આડશ વિના ઊભું રાખ્યું હોવાનો આક્ષેપ; ગંભીર રીતે ઘવાયેલા ડ્રાઇવરે વડોદરા SSG હોસ્પિટલમાં દમ તોડ્યો

Share

ભરૂચ:

ભરૂચના ઝાડેશ્વર ઓવરબ્રિજ પર નર્મદા ચોકડીથી ઝાડેશ્વર ચોકડી તરફ જતા સર્વિસ રોડ પર હ્યુન્ડાઇ શોરૂમ સામે ઊભેલા હાઇવા ડમ્પર પાછળ આઇસર ટેમ્પો અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં આઇસર ટેમ્પોના કેબિનમાં ફસાયેલા ડ્રાઇવરને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, ગંભીર ઇજાઓને પગલે વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

Advertisement

મળતી માહિતી અનુસાર, મહારાષ્ટ્રના પુણે જિલ્લાના મુલ તાલુકાના ઘોટાવડે ધુમાડ ગામે રહેતા 41 વર્ષીય દિનેશ સુદામ ગુડગલ ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમનો આઇસર ટેમ્પો નંબર MH-14-MT-3858 પુણેની ઓમ સાઈ રામ લોજિસ્ટિકમાં ભાડેથી ચાલે છે. આ ટેમ્પો પર ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના બિંદકી તાલુકાના મિયાંટીલા ગામે રહેતા 34 વર્ષીય અતુલકુમાર હરિશંકર પ્રજાપતિ છેલ્લા ચાર મહિનાથી ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા.

17 ઓક્ટોબર, 2026ના રોજ સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં ટેમ્પોના માલિક દિનેશ ગુડગલને ટ્રક ડ્રાઇવર નીતિન બંડુ કામઠેનો ફોન આવ્યો હતો. તેણે જાણ કરી હતી કે ભરૂચના ઝાડેશ્વર ઓવરબ્રિજ પાસે હ્યુન્ડાઇ શોરૂમ સામે સર્વિસ રોડ પર તેમની આઇસરનો અકસ્માત થયો છે અને ડ્રાઇવર કેબિનમાં ફસાયો છે. સ્થાનિક લોકોની મદદથી ડ્રાઇવરને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

અકસ્મતની જાણ થતાં દિનેશ ગુડગલ પોતાના ભાઈ સાથે ભરૂચ આવવા નીકળ્યા હતા. દરમિયાન અતુલકુમારની ગંભીર હાલતને કારણે તેમને વડોદરાની SSG હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. અહીં ICUમાં સારવાર દરમિયાન 18 ઓક્ટોબરની સવારે સાડા અગિયાર વાગ્યે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

ફરિયાદ મુજબ, હાઇવા ડમ્પર નંબર GJ-10-TU-5544ની બ્રેક ફેલ થતાં તેના ચાલકે ડમ્પર સર્વિસ રોડ પર કોઈ આડશ કે રિફ્લેક્ટર મૂક્યા વિના ઊભું રાખ્યું હતું. પાછળથી આવતી આઇસર ટેમ્પો ડમ્પર સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ મામલે મૃતકના ટેમ્પોના માલિકે ડમ્પરચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.


Share

Related posts

સુરતથી ખોડલધામ જવા નીકળેલી સાયકલ યાત્રાનું ઝઘડિયા તાલુકામાં આગમન.

ProudOfGujarat

૧૪ માસની બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ તથા લોકલ ક્રાઈમ બ્રાન્ચ…

ProudOfGujarat

ભરૂચ-જંબુસર માર્ગ પર રેલ ફ્લાય ઓવરના નિર્માણના કારણે ત્રણ દિવસ માટે ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!