Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દયાદરા નજીક ટેમ્પો ચાલકે સ્વિફ્ટ કારને ટક્કર મારતાં ₹81 હજારનું નુકસાન : સમાધાનની વાતચીત બાદ ટેમ્પો ચાલકે રિપેરિંગના પૈસા આપવાનો ઇનકાર કરતાં કારચાલકે પોલીસ ફરિયાદ નોંધાવી

Share

 

ભરૂચ :

Advertisement

દયાદરા ગામથી દેરોલ તરફ જતા માર્ગ પર મહિન્દ્રા ટેમ્પો ચાલકે સાઇડ કાપવા જતાં સ્વિફ્ટ કારને ટક્કર મારતાં કારના આગળના ભાગને નુકસાન થયું હતું. કારના રિપેરિંગ માટે ₹81 હજારનો ખર્ચ થવાનો અંદાજ આપવામાં આવ્યો હતો. જોકે, ટેમ્પો ચાલકે રિપેરિંગના પૈસા આપવાનો ઇનકાર કરતાં કારચાલકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ત્રાલસા ગામના વગાખડકી વિસ્તારમાં રહેતા અને દહેજની BASF ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં પ્લાન્ટ ઓપરેટર તરીકે નોકરી કરતા મેહુલભાઈ પરમાર 20 ઓક્ટોબર, 2026ના રોજ દશેરાની રજા હોવાથી પોતાના મિત્ર ભાવેશભાઈ પરમાર સાથે સ્વિફ્ટ કાર નંબર GJ-16-DS-5833માં ભરૂચ ખાતે કેળા લેવા નીકળ્યા હતા. દરમિયાન દયાદરા ગામનું રેલવે ફાટક પસાર કરી દેરોલ તરફ જતા રસ્તે આશરે બે કિલોમીટર આગળ તેમની કારની આગળ ચાલતા મહિન્દ્રા ટેમ્પો નંબર GJ-05-BT-8919ને સાઇડથી પસાર થવા જતાં ટેમ્પોચાલકે વાહન રોડની સાઇડ તરફ દબાવ્યું હતું. જેના કારણે ટેમ્પો કારના આગળના ભાગ સાથે અથડાતાં નુકસાન થયું હતું.

બનાવ બાદ ટેમ્પોચાલક ઉસ્માનભાઈ આડિયાએ કારના રિપેરિંગનો ખર્ચ ચૂકવવાની ખાતરી આપી હતી. ત્યારબાદ કારને ટોઇંગ મારફતે ઝાડેશ્વર સ્થિત મારુતિ સુઝુકીના શોરૂમમાં લઈ જવામાં આવી હતી, જ્યાં રિપેરિંગનો અંદાજિત ખર્ચ ₹81 હજાર જણાવાયો હતો. જોકે, લાંબા સમય સુધી સમાધાનની વાતચીત ચાલ્યા બાદ ટેમ્પોચાલકે નાણાં આપવાનો ઇનકાર કરતાં મેહુલભાઈએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે. આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ ન હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.


Share

Related posts

ભરૂચ નગરના અયોધ્યા નગર વિસ્તારમાં કૃષિ મેળો યોજાયો

ProudOfGujarat

જુનાગઢ : જાહેરમાં ફાયરિંગ કરનાર શખ્સને ગણતરીનાં કલાકોમાં પકડી પાડતી કેશોદ ક્રાઇમ બ્રાંચ.

ProudOfGujarat

માતર ગામની સીમમાં ચરવા જતા 3 પશુ ઓનાવીજ કરંટ લાગતા મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!