Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં 14 વર્ષથી ફરાર આરોપી નોએડામાંથી ઝડપાયો : બનાવટી દસ્તાવેજો અને આર્મ્સ એક્ટના ગુનામાં ‘સી’ ડિવિઝન પોલીસની કાર્યવાહી, ટેકનિકલ તપાસ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી સફળતા

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચમાં વર્ષ 2012માં નોંધાયેલા બનાવટી દસ્તાવેજો અને આર્મ્સ એક્ટના ગુનામાં છેલ્લા 14 વર્ષથી ફરાર આરોપીને ભરૂચ ‘સી’ ડિવિઝન પોલીસે ઉત્તર પ્રદેશના નોએડામાંથી ઝડપી પાડ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ, 11 મે, 2012ના રોજ ભરૂચ ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બનાવટી દસ્તાવેજો તૈયાર કરવા, તેનો ઉપયોગ કરવા અને કાવતરું રચવા સહિતની કલમો તથા આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસમાં ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લાના કિશની વિસ્તારનો રહેવાસી અરવિંદકુમાર કોમલસીંગ યાદવ (ઉં.વ. 42) ફરાર હતો. તેની સામે 7 સપ્ટેમ્બર, 2013ના રોજ કોર્ટે ધરપકડ વોરંટ જારી કર્યું હતું.

ફરાર આરોપીને ઝડપી પાડવા પોલીસે ફોનકોલ રેકોર્ડ્સનું વિશ્લેષણ અને ટેકનિકલ તપાસ હાથ ધરી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપી નોએડામાં હોવાની માહિતી મળતાં પોલીસની ટીમ ઉત્તર પ્રદેશ પહોંચી હતી. નોએડાના ફેઝ-2 વિસ્તારમાં વોચ ગોઠવી તપાસ કરતાં આરોપી ઝડપાયો હતો. પોલીસે તેની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

નેત્રમ કમાન્ડ કંટ્રોલનાં ANPR કેમેરાના મદદથી સને-૨૦૧૪માં વડોદરા શહેરના ગુનામાં નોંધાયેલ મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલતી એલ.સી.બી. નર્મદા.

ProudOfGujarat

ઝધડિયા પંથકના ભગત ફળિયા ગામે વનવિભાગ દ્વારા અગાઉ મુકવામાં આવેલ પાંજરામાં ખૂંખાર દીપડો કેદ થતાં ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.

ProudOfGujarat

ભરૂચ : આમોદનાં સરભાણથી માતર જવાના રસ્તા પરથી ખાડીમાંથી એક વ્યક્તિની લાશ મળી આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!