Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં 1 નવેમ્બરે ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો યોજાશે  :   NOCIL કંપનીમાં નોકરી મેળવવાની તક, કેમિકલ ક્ષેત્રની વિવિધ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને ઉપસ્થિત રહેવા અનુરોધ

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ જિલ્લાના રોજગારવાંચ્છુ યુવાનો માટે ઔદ્યોગિક ક્ષેત્રમાં નોકરી મેળવવાની તક ઊભી થઈ છે. જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભરૂચ દ્વારા આગામી 1 નવેમ્બર, 2026ના રોજ સવારે 8 વાગ્યે જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતીમેળામાં નેશનલ ઓર્ગેનિક કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (NOCIL) દ્વારા કેમિકલ ક્ષેત્રને લગતી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને ઉપસ્થિત રહેવા જણાવાયું છે. જેમાં ડિપ્લોમા ઇન કેમિકલ, બી.ઈ. કેમિકલ, બી.ટેક. કેમિકલ તથા બી.એસસી. કેમિસ્ટ્રી પાસ ઉમેદવારો ભાગ લઈ શકશે.

ઔદ્યોગિક ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા અને ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ ભરતીમેળો રોજગારી મેળવવાની તક બની શકે છે. રસ ધરાવતા ઉમેદવારોએ નિર્ધારિત તારીખે અને સમયે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભરૂચ ખાતે જરૂરી શૈક્ષણિક દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહેવું.

આ અંગેની માહિતી જિલ્લા રોજગાર અધિકારી, ભરૂચ દ્વારા અખબારી યાદી મારફતે આપવામાં આવી છે.


Share

Related posts

વિરમગામ ટાઉન પોલીસ મથકમાં પીઆઇ યુ.બી.ધાખડા એ ચાર્જ સંભાળ્યો.

ProudOfGujarat

ભરૂચ શહેર ના મુખ્ય સ્ટેશન રોડ થી લઇ એમ જી રોડ સહીત ના માર્ગો ઉપર થી દબાણો દૂર કરતા દબાણ કર્તાઓ માં ફફડાટ વ્યાપી ગયો હતો……..

ProudOfGujarat

શિહોર શ્રી મારું કંસારા જ્ઞાતિ તેમજ સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિની સયુંકત ઉપક્રમે શિક્ષણ શિબિર યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!