Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના નિપ્પનનગરમાં ગણેશ વિસર્જનના ડીજેમાં મારામારી અને જાતિ વિષયક અપશબ્દો બોલ્યાની ફરિયાદ : ડીજે બંધ કરવાના મુદ્દે બોલાચાલી બાદ કર્મચારીને માર માર્યાનો આક્ષેપ, શેઠને પણ તમાચો માર્યો; જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું ફરિયાદમાં ઉલ્લેખ

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ શહેરના લિંક રોડ પર શંભુ ડેરી નજીક ગણેશજીની શોભાયાત્રા દરમિયાન ડીજે બંધ કરવાના મુદ્દે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હોવાની ફરિયાદ સામે આવી છે. ડીજે સાઉન્ડ સિસ્ટમમાં છેલ્લા 11 વર્ષથી કામ કરતા કર્મચારીએ નિપ્પનનગર સોસાયટીના ગણેશ મંડળના પ્રમુખ સહિત ચાર વ્યક્તિઓ સામે મારામારી, જાતિ વિષયક અપશબ્દો બોલવા અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના આક્ષેપો સાથે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી જીતેશકુમાર રાજેશભાઈ વસાવા (ઉં.વ. 29), રહે. નીલકંઠનગર ઝૂંપડપટ્ટી, ભરૂચ, ધ્વની સાઉન્ડ એન્ડ ડીજેના માલિક જય નારિયેળવાલા પાસે છેલ્લા આશરે 11 વર્ષથી કામ કરે છે. ફરિયાદ મુજબ, ગત 25 સપ્ટેમ્બર, 2026ના રોજ ગણેશ વિસર્જન નિમિત્તે નિપ્પનનગર સોસાયટીની શોભાયાત્રામાં ડીજે વગાડવાનો ઓર્ડર મળ્યો હતો. શરૂઆતમાં ટ્રેક્ટરમાં ડીજે લઈ જતાં આયોજકોએ આઈસર વાહનમાં ડીજે લાવવાનું હોવાનું જણાવતાં સાઉન્ડ સિસ્ટમ પરત ગોડાઉન લઈ જઈ આઈસરમાં ગોઠવવામાં આવી હતી.

ત્યારબાદ સાંજે આશરે 6:30 વાગ્યે ફરીથી ડીજે સાથે શોભાયાત્રામાં જોડાયા હતા. રાત્રે આશરે નવ વાગ્યે શોભાયાત્રા લિંક રોડ પર શંભુ ડેરી નજીક પહોંચી ત્યારે અંબિકાનગર સોસાયટીની ગણેશ શોભાયાત્રાની આરતી ચાલતી હોવાથી ડીજેનો અવાજ ધીમો રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન નિપ્પનનગરના ગણેશ મિત્ર મંડળના પ્રમુખ રોહિત યાદવે ડીજે બંધ થવા બાબતે ફરિયાદીના શેઠ જય નારિયેળવાલા સાથે બોલાચાલી કરી તેમને ગાલ પર તમાચો માર્યાનો આક્ષેપ છે.

ફરિયાદી વચ્ચે પડી મામલો શાંત પાડવાનો પ્રયાસ કરતાં રોહિત યાદવ સહિત સિદ્ધાર્થ રાજપૂત, સંદીપ યાદવ અને ઉર્વેશ ગોહિલે તેમની સાથે ઝપાઝપી કરી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે. વધુમાં, ફરિયાદીએ જાતિ વિષયક અપશબ્દો બોલી નિપ્પનનગરમાં ફરી પગ મૂકશે તો પગ ભાંગી નાખવાની અને નોકરીના કામે સોસાયટીમાં આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું જણાવ્યું છે. આ દરમિયાન વચ્ચે પડેલા સાથી કર્મચારી વેસિંગને પણ તમાચો મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.

ફરિયાદ મુજબ, ત્યારબાદ હિતેશ ચાંદીવાલા પણ ત્યાં આવી ફરિયાદીને અપશબ્દો બોલ્યો હતો. સાથી કર્મચારીઓએ વચ્ચે પડી તેમને વધુ મારથી છોડાવ્યા હતા. ઘટનાથી ગભરાઈ ગયેલા ફરિયાદી ઘરે જતા રહ્યા હતા. આરોપીઓનો ડર લાગતો હોવાથી તેમણે તત્કાળ ફરિયાદ કરી નહોતી. બાદમાં પિતાને ઘટનાની જાણ કર્યા પછી તેઓ ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા.

ફરિયાદીએ સમગ્ર મામલે સંડોવાયેલા વ્યક્તિઓ સામે કાયદેસરની તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરી છે. ફરિયાદમાં જાતિ વિષયક અપશબ્દો અને ધમકી સહિતના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ મામલે પોલીસ તપાસમાં હકીકતો બહાર આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


Share

Related posts

વડોદરાની નંદેસરી જીઆઇડીસીના સભ્યો સાથે ઔદ્યોગિક પ્રશ્નોની છણાવટ કરતાં ધારાસભ્ય પુંજાભાઇ.

ProudOfGujarat

યુવાન બોલ્યો સાહેબ આદિવાસી સમાજ ના કામો ગામ માં નથી થતા,મનસુખ વસાવા બોલ્યા અલ્યા ભાઇ તૂ શું કામ આવું કરે છૅ,

ProudOfGujarat

ભરૂચમાં હજ યાત્રિકો માટે વિશાળ વેક્સિનેશન કેમ્પ યોજાયો, 500થી વધુ યાત્રિકોએ લીધો લાભ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!