Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરની યાનુ સોનીએ અભિનય ક્ષેત્રે ભર્યું પ્રથમ પગલું, પ્રથમ આલ્બમ સોંગ લોન્ચ :  ‘તારા વગરની કેવી દિવાળી’ ગીતમાં આકાશ ઠાકોર અને ક્રિશ મણકા સાથે યશ્વીની સોનીનો અભિનય, લોન્ચ બાદ દર્શકોનો મળી રહ્યો છે સારો પ્રતિસાદ

Share

 

અંકલેશ્વર :

Advertisement

અંકલેશ્વરની ઉભરતી મોડેલ યશ્વીની સોની ઉર્ફે યાનુ સોનીએ મોડેલિંગ ક્ષેત્રે પોતાની ઓળખ બનાવ્યા બાદ હવે અભિનયની દુનિયામાં પણ પદાર્પણ કર્યું છે. દિવાળીના પર્વ પૂર્વે 29 ઓક્ટોબર, 2026ના રોજ તેનું પ્રથમ આલ્બમ સોંગ ‘તારા વગરની કેવી દિવાળી’ યુટ્યુબ સહિત વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ પર લોન્ચ કરવામાં આવ્યું છે. પ્રથમ વખત આલ્બમ સોંગમાં અભિનય કરી રહેલી યાનુ સોનીને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

આ ગીતમાં યાનુ સોની સાથે આકાશ ઠાકોર અને ક્રિશ મણકા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. ગીતના લોન્ચ બાદ કલાકારોના અભિનય અને સમગ્ર રજૂઆતને દર્શકો તરફથી પ્રશંસા મળી રહી છે. ખાસ કરીને મોડેલિંગ બાદ અભિનય ક્ષેત્રે પ્રવેશ કરનાર યાનુ સોની માટે આ પ્રથમ આલ્બમ સોંગ યાદગાર બની રહ્યું છે. આકાશ ઠાકોરે અભિનયની સાથે ગીતમાં પોતાનો અવાજ પણ આપ્યો છે.

આ આલ્બમ સોંગનું દિગ્દર્શન, સિનેમેટોગ્રાફી અને એડિટિંગ રોહિત આહીરે સંભાળ્યું છે. ગીતના શબ્દો દર્શન રાવલે લખ્યા છે, જ્યારે સંગીત હાર્દિક રાઠોડે આપ્યું છે. ગીતનું પોસ્ટર ડિઝાઇન રાજ ચોરલિયાએ તૈયાર કર્યું છે. આકાશ ઠાકોર ઓફિશિયલ દ્વારા રજૂ કરવામાં આવેલા આ ગીતના નિર્માતા મહેશજી ઠાકોર છે.

પોતાના પ્રથમ આલ્બમ સોંગના અનુભવ અંગે યાનુ સોનીએ જણાવ્યું હતું કે, અંકલેશ્વરના ગાયક આલાપ કાપડિયાની મદદથી મોડેલિંગ બાદ તેને આલ્બમ સોંગમાં કામ કરવાની તક મળી હતી. આ તક મળતાં તે ખૂબ જ ઉત્સાહિત હતી. ગીતના શૂટિંગ દરમિયાન તેને એક અલગ જ અનુભવ થયો હતો. સહકલાકારોના અનુભવ અને સરળ સ્વભાવને કારણે શૂટિંગ દરમિયાન ખૂબ જ સારો માહોલ રહ્યો હતો. દિગ્દર્શક રોહિત આહીરના માર્ગદર્શન હેઠળ ગીતનાં વિવિધ સ્થળો પર અલગ-અલગ દૃશ્યોનું શૂટિંગ કરવામાં આવ્યું હતું.

યશ્વીનીએ વધુમાં જણાવ્યું હતું કે, આ તેનું પ્રથમ આલ્બમ સોંગ હોવાથી તેના માટે આ અનુભવ ખાસ રહ્યો છે. ભવિષ્યમાં અભિનય ક્ષેત્રે વધુ સારી તકો મળશે તો તે ચોક્કસપણે આગળ વધવા ઇચ્છે છે. અભિનય ક્ષેત્રે પોતાની પ્રતિભા સાબિત કરી અંકલેશ્વરનું નામ રોશન કરવાની તેની ઇચ્છા છે. આ સફરમાં દર્શકો અને સ્થાનિક લોકોનો પ્રેમ, આશીર્વાદ તથા સહયોગ મળતો રહે તેવી આશા પણ તેણે વ્યક્ત કરી હતી.

મોડેલિંગથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર યાનુ સોનીએ હવે આલ્બમ સોંગ મારફતે અભિનય ક્ષેત્રે પણ નવી સફર શરૂ કરી છે. અંકલેશ્વરની આ યુવતીની પ્રથમ રજૂઆતને મળી રહેલા પ્રતિસાદથી તેના પરિવારજનો અને શુભેચ્છકોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે.


Share

Related posts

નેત્રંગ : બલદવા ડેમ ઉપર ઘટાદાર વૃક્ષોથી ડેમની મજબુતાઇને ભારે નુકસાન થવાથી તાત્કાલિક ધોરણે વૃક્ષોનું નિકંદનની માંગ કરવામાં આવી.

ProudOfGujarat

ગુજરાતી જનતા ના આવી ગયા અચ્છે દિન😍😍પેટ્રોલ અને ડીઝલ ના ભાવ માં ઘટાડો સહિત સરકાર ના આ રહ્યા મહત્વના નિર્ણયો….

ProudOfGujarat

રાજપીપળા : ડેડીયાપાડાથી મોવી રોડનું સાત દિવસમાં સમારકામ ના કરવામાં આવે તો રસ્તા રોકો આંદોલનની કોંગ્રેસ નેતાની ચીમકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!